Thu Jan 01 2026

Logo

White Logo

રશિયાએ જાહેર કર્યો પુતિનના નિવાસ : નજીક યુક્રેનના ડ્રોન હુમલાનો વિડીયો

mosco   17 hours ago
Author: chandrakant kanojia
Video

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેન દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ  પુતિનના નિવાસ નજીક યુક્રેને ડ્રોન હુમલો કર્યો હોવાનો રશિયાએ દાવો કર્યો હતો. ત્યારે હવે રશિયાએ આ બાબતની પૃષ્ટિ કરતો વિડીયો જાહેર કર્યો  છે. જેમાં રશિયાએ પુતિનના નિવાસ સ્થાન નજીક યુકેનના ડ્રોનનો કાટમાળ તોડી પાડ્યો છે તે દર્શાવે છે. જ્યારે યુક્રેન આ હુમલાને સતત નકારી રહ્યું છે. જ્યારે રશિયા તેને આતંકી હુમલો ગણાવી રહ્યું છે. 

ડ્રોનમાં છ કિલોગ્રામ વિસ્ફોટકો હતા

આ વીડિયો માં બરફથી ઢંકાયેલા જંગલ વિસ્તારમાં એક ક્ષતિગ્રસ્ત ડ્રોન પડેલું દેખાય છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 28 ડિસેમ્બરની રાત્રે નોવગોરોડ ક્ષેત્રમાં પુતિનના નિવાસ સ્થાનને નિશાન બનાવતા  મોટા પ્રમાણમાં ડ્રોન હુમલો દરમિયાન ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર  કુલ 91 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. મંત્રાલયે દાવો કર્યો હતો કે ડ્રોનમાં છ કિલોગ્રામ વિસ્ફોટકો હતા. જોકે, પુતિનના નિવાસસ્થાનને કોઈ નુકસાન થયું નથી.

રશિયાએ કહ્યું હુમલો સંપૂર્ણપણે પૂર્વ આયોજિત હતો

રશિયાના જણાવ્યા અનુસાર હુમલો સંપૂર્ણપણે પૂર્વ આયોજિત હતો. તેમજ  તબક્કાવાર રીતે કરવામાં આવ્યો હતો. સુરક્ષા કારણોસર  રશિયાએ તે સમયે પુતિનના સ્થાનનો ખુલાસો કર્યો ન હતો. તેમનું નિવાસસ્થાન સામાન્ય રીતે જાહેર કરવામાં આવતું નથી. જો કે, પ્રારંભિક તપાસમાં આ વિસ્તારમાં ભારે સુરક્ષાવાળા તળાવ કિનારે આવેલા કમ્પાઉન્ડ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.