31મી ડિસેમ્બરના આખી દુનિયા નવા વર્ષને સ્વીકારવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. 31મી ડિસેમ્બર એ કેલેન્ડરની એક તારીખ જ નથી પરંતુ આ જ એ દિવસ છે કે જેની પહેલાં કેટલાક મહત્ત્વના કામ તમારે પતાવી લેવા જોઈએ નહીં તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ મહત્ત્વના કામમાં આધાર કાર્ડ- પેન કાર્ડ લિંક, જીએસટી ફાઈલિંગ અને આઈટીઆર ફાઈલિંગ વગેરેનો સમાવેશ થાય છે.
31મી ડિસેમ્બર એસેસમેન્ટ યર 2025-26 માટે મોડેથી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ છે અને આ સિવાય જો તમે આધાર-પેન લિંક નથી કર્યું તો તમારી પાસે 48 કલાકનો સમય છે, નહીં તે એના પછી તમારે પેનલ્ટી, ફાઈનાન્શિયનલ ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલીઓ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
પેન-આધાર કાર્ડ લિંકઃ
31મી ડિસેમ્બરના પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની ફાઈનલ ડેડલાઈન છે. જો તમે હજી સુધી આધાર-પેન લિંક નથી કર્યું તમારા માટે આ અંતિમ ચેતવણી છે. આધાર-પેન લિંક નહીં હોય તો પહેલી જાન્યુઆરી, 2026થી તમારું પેન કાર્ડ ઈન-એક્ટિવ થઈ જશે. આને કારણે તમે આઈટીઆર ફાઈલ નહીં કરી શકો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં કરી શકો. બેંક એકાઉન્ટ નહીં ઓપન કરી શકો અને આ સિવાય મોટા મોટા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ નહીં કરી શકો.
ઈનકમ ટેક્સ ફાઈલિંગઃ
ઈનકમ ટેક્સ ભરનારા લોકો માટે 31મી ડિસેમ્બર એસેસમેન્ટ યર 2025-26 માટે મોડેથી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેની અંતિમ મુદ્દ છે. આ ઓપ્શન એ લોકો માટે છે કે જેઓ ઓરિજલ ફાઈલિંગ ડેડલાઈન મિસ કરી ગયા છે. જોકે, મોડેથી રિટર્ન ફાઈલ કરવા માટે ટેક્સપેયર્સને 5000 રૂપિયા સુધીની લેટ ફી પણ આપવી પડી શકે છે. આ સાથે સાથે બાકી રહેલાં ટેક્સ પર વ્યાજ પણ ચૂકવવું પડશે.
જીએસટી એન્યુઅલ રિટર્ન:
31મી ડિસેમ્બરનો દિવસ બિઝનેસ અને જીએસટી રજિસ્ટર્ડ સંસ્થાઓ માટે ખૂબ જ જરૂરી દિવસ છે. 31મી ડિસેમ્બર ફાઈનાન્શિયલ યર માટે એન્યુઅલ જીએસટી રિટર્ન ફાઈલ કરવાની ડ્યૂ ડેટ છે. એન્યુલ રિટર્નમાં વર્ષ દરમિયાન આઉટ વર્ડ સપ્લાઈસ ક્લેમ કરેલા ઈનપુટ ટેક્સ ક્રેડિટ, આપવામાં આવેલા ટેક્સ અને મળેલા રિફન્ડ હોય છે. ફાઈલિંગમાં વિલંબને કારણે ફીઝ, નોટિસ કે ટેક્સ અધિકારીઓની તપાસ થઈ શકે છે.
ચાલો, રાહ કોની જોઈ રહ્યા છો? ન્યૂ યર સેલિબ્રેશન પહેલાં જ તમે પણ આમાંથી કોઈ બાકી રહી ગયેલું તમારું જરૂરી કામ ઝડપથી પૂરું કરી લો જેથી 2026માં તમને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરો, જેથી તેઓ પણ સમયસ પોતાના આ જરૂરી કામ પૂરા કરી લે, અને મુશ્કેલીમાંથી બચી જાય.