અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં 62 નવા પાર્કિંગ બનાવવામાં આવશે. જેમાં 4300 કોર અને 12 હજાર ટુ વ્હીલર પાર્ક થઈ શકશે. શહેરના એસજી હાઈવે, શ્યામલ, બાપુનગરમાં પાર્કિંગ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિવિધ વિસ્તારોમાં આ પાર્કિંગ બનાવાશે. હાલ મ્યુનિસિપલના 39 પેઇડ અને 56 ફ્રી એમ 95 પાર્કિંગ છે. જેમાં ફોર વ્હીલરના 1459 અને ટુ વ્હીલરની 22716 વાહન પા્કની ક્ષમતા છે.
નવી જગ્યાથી 157 પાર્કિંગની જગ્યા થઈ જશે. જોકે આ ક્ષમતા હજુ વધી શકે છે. જે સૂચિત જગ્યાઓ છે તેમાં કેટલા વાહનો સમાઈ શકે છે તેની વિગત જાહેર કરાઈ નથી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રાફિકની સમસ્યાના કારણે રસ્તા પરથી જબાણ ધૂર કરાઈ રહ્યા છે.નવી 62 પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છ તે પૈકી 22 સ્થળોના ટેન્ડર થઈ ચુક્યા છે.
મળતી વિગત પ્રમાણે, હયાત પાર્કિંગમાં સૌથી વધુ પાર્કિંગના સ્થળો ઉત્તર પશ્ચિમ ઝોનમાં છે. 27 જગ્યાએ વાહનો પાર્ક કરવાની સુવિધા છે. કાર માટે 3,711 અને ટુ વ્હીલર માટે 4,708ની ક્ષમતા છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછાં 4 વિસ્તારમાં પાર્કિંગની સુવિધા છે. અહીં કાર માટે 931 અને ટુ વ્હીલર માટે 2,357ની ક્ષમતા છે. નવા સૂચિત પાર્કિંગમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 17 સ્થળે પાર્કિંગ હશે.
જ્યાં 1344 કાર અને 2102 ટુવ્હીલર પાર્ક થઈ શકશે. જ્યારે મધ્ય ઝોનમાં જગ્યાના અભાવે ફક્ત 3 વિસ્તારમાં પાર્કિંગની સુવિધા અપાશે. અહીં 180 કાર અને 375 ટુ વ્હીલર પાર્ક થઈ શકે છે. ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ, બ્રિજની નીચે છે. બે મલ્ટિલેવલ કાર પાર્કિંગ તૈયાર થઈ રહ્યા છે.
આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિવિધ વિસ્તારોમાં પ્લોટ પાર્કિંગથી લઇ મલ્ટિલેવલ પાર્કિંગ સુવિધા હોવા છતાં 70-80 ટકા પાર્કિંગ ખાલી જ રહે છે. તેના સૌથી મોટું કારણ એ છે કે ટુ વ્હીલર માટે સરેરાશ 2 કલાક માટે રૂ.15થી માંડીને ફોર વ્હીલર માટે રૂ.50-100 ચાર્જ કરે છે. આ માટે નાગરિકો રસ દાખવતા નથી.