Mon Dec 08 2025

Logo

White Logo

બાંગ્લાદેશના પૂર્વ જનરલે ભારત વિરુદ્ધ આપ્યું ચોંકાવનારું નિવેદન: : 'જ્યાં સુધી ભારતના ટુકડા નહીં થાય ત્યાં સુધી શાંતિ નહીં'

Dhaka   4 days ago
Author: Himanshu Chawda
Video

ઢાકા/નવી દિલ્હી: બાંગ્લાદેશના પૂર્વ જનરલ પણ હવે પાકિસ્તાનના પગલે ચાલી રહ્યા છે. પાકિસ્તાન આર્મીના ચીફ આસીમ મુનીરના માફક બાંગ્લાદેશના પૂર્વ જનરલે ચોંકાવનારું નિવેદન આપ્યુ છે. બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત જનરલ અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી ભારતના ટુકડે ટુકડા થશે નહીં, ત્યાં સુધી બાંગ્લાદેશમાં સંપૂર્ણ શાંતિનું નિર્માણ થશે નહીં.

દરેક જગ્યાએ ભારત દખલ કરે છે

અબ્દુલ્લાહિલ અમાન આઝમીનો એક વીડિયો સામે આ વીડિયોમાં અબ્દુલ્લાહિલ અમાન આઝમી કહી રહ્યા છે કે, "જ્યાં સુધી ભારતના ટુકડા નહીં થઈ જાય, ત્યાં સુધી બાંગ્લાદેશને શાંતિપૂર્વક રહેવા દેશે નહીં. અમારા દેશમાં મીડિયા, સાંસ્કૃતિક વિશ્વમાં તેમ જ બૌદ્ધિક લોકોના વર્તુળમાં પણ દખલગીરી કરે છે. એવા લોકો જે પાણીના મુદ્દે અમારા માટે અડચણ ઊભી રહ્યા છે, અમારા લોકોની હત્યા કરવામાં આવી રહી છે અને વ્યાપારિક અસમાનતા પણ છે. જો આપણે આ બધુ બાજુ પર રાખીએ તો પણ સમસ્યા હજુ પણ મોટી છે.

ભારત દ્વારા રાષ્ટ્રગાન લાદવામાં આવ્યું

અબ્દુલ્લાહિલ અમાન આઝમી અગાઉ પણ ભારત વિરોધી વાત કરી ચૂક્યા છે. જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયું, ત્યારે અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન અને બંધારણ બદલવાની માંગ કરી હતી. અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ કહ્યું હતું કે અમારું હાલનું રાષ્ટ્રગાન આપણા સ્વતંત્ર બાંગ્લાદેશના અસ્તિત્વથી વિપરીત છે. આ બંગાળના ભાગલા અને બે બંગાળના એકીકરણનો કાળ દર્શાવે છે. બે બંગાળના એકીકરણ માટે બનાવેલું ગીત એક સ્વતંત્ર બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત કેવી રીતે બની શકે છે. 1971માં ભારત દ્વારા તેને અમારા પર લાદવામાં આવ્યું હતું."

અબ્દુલ્લાહિલ અમાન આઝમીનો ભારત વિરોધી ઈતિહાસ રહ્યો છે. બાંગ્લાદેશની સેનામાં લાંબા સમય સુધી કામ કરનારા જનરલ 1971ના યુદ્ધમાં દોષી સાબિત થયો હતો. જમાત-એ-ઈસ્લામીના નેતા ગુલામ આઝમનો દીકરો છે. જમતા-એ-ઈસ્લામીના ચીફ રહેલા ગુલામ આઝમને 1971માં હિંદુઓ અને સ્વતંત્રતાના સમર્થક બંગાળીઓના નરસંહાર માટે દોષી ઠેરવ્યો હતો.