Mon Dec 08 2025

Logo

White Logo

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના : ફરી એકવાર પીએમ મોદીના આ મુદ્દે કર્યા વખાણ

2 weeks ago
Author: Chandrakant Kanoja
Video

Shashi Tharoor Pm Modi


કોંગ્રેસ સાંસદ શશિ થરૂર ફરી એકવાર ચર્ચામાં છે.  તેમણે ફરી એક વાર પીએમ મોદીના વખાણ કર્યા છે.  શશિ થરૂરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે તેમને દિલ્હીમાં એક કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં પીએમ મોદીએ વિકાસ માટે ભારતની સર્જનાત્મક અને પોસ્ટ કોલોનીયલ માઈન્ડસેટના  મજબૂત સમર્થન અંગે વાત કરી હતી. જેમાં વડાપ્રધાનએ એ વાત પર ભાર મૂક્યો હતો  કે ભારત હવે ફક્ત 'ઉભરતું બજાર' નથી પરંતુ વિશ્વ માટે 'ઉભરતું મોડેલ' છે. 

શશિ થરુરે વધુમાં જણાવ્યું હતું કે,   વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમના પર હંમેશા 'ચૂંટણી મોડ'માં રહેવાનો આરોપ છે. પરંતુ વાસ્તવમાં તેઓ લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે 'ભાવનાત્મક મોડ'માં હોય છે. તેમણે વડા પ્રધાનના ભાષણને યાદ કર્યું જેમાં ભારતમાં શિક્ષણ પર સંસ્થાનવાદની અસર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીનું ભાષણ આર્થિક દ્રષ્ટિએ મહત્વનું 

શશિ થરૂરે કહ્યું, "પીએમ મોદીના ભાષણનો મહત્વનો  ભાગ મેકૌલેના 200 વર્ષ જૂની  ગુલામી માનસિકતા ના વારસાને પલટાવી દેવા પર કેન્દ્રિત હતો. પીએમ મોદીએ ભારતના વારસા, ભાષાઓ અને જ્ઞાન પ્રણાલીઓમાં ગૌરવ પુનઃસ્થાપિત કરવા માટે 10 વર્ષના રાષ્ટ્રીય મિશનની અપીલ  કરી હતી. પીએમ મોદીનું ભાષણ આર્થિક દ્રષ્ટિ અને સાંસ્કૃતિક સ્પષ્ટતા બંનેનું કામ કરતું હતું.

શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે સબંધોમાં તણાવ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે સબંધોમાં તણાવ આવ્યો છે.  જેમાં પણ 22 એપ્રિલના રોજ પહલગામ હુમલા બાદ મિત્રો દેશોમાં મોકલવામાં આવેલા સરકારી પ્રતિનિધિમંડળમાં તેમને વિપક્ષ નેતામાંથી પસંદ કરવામાં આવ્યા હતા. શશિ થરૂરને અમેરિકા અને અન્ય ચાર દેશોના પ્રતિનિધિ મંડળના લીડર બનાવવામાં આવ્યા હતા. જેમાં તેમણે ઓપરેશન સિંદૂર અંગે સરકારના વખાણ કર્યા હતા જેના લીધે કોંગ્રેસ અને તેમની વચ્ચે તણાવ ઉભો થયો છે.