Tue Dec 16 2025

Logo

White Logo

22 ડિસેમ્બરથી રાજકોટ ડિવિઝનની અમુક ટ્રેનના : સમયમાં ફેરફાર થશે, જાણો સમગ્ર વિગતો

4 hours ago
Author: Devyat Khatana
Video

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રાજકોટ, પોરબંદર અને વેરાવળ રૂટની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવું ટાઈમટેબલ 22 ડિસેમ્બરથી અમલમાં આવશે. 

આ ફેરફાર હેઠળ ટ્રેન નંબર 59561 રાજકોટ-પોરબંદર લોકલ હવે રાજકોટથી તેના નિર્ધારિત સમય 08:35 વાગ્યાને બદલે 08:50 કલાકે ઉપડશે, જોકે તેના પોરબંદર પહોંચવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, વેરાવળ-રાજકોટ (59422) અને પોરબંદર-રાજકોટ (19207) ટ્રેનોના ભક્તિનગર સ્ટેશન પરના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરાયો છે. 

વેરાવળ-રાજકોટ લોકલ હવે ભક્તિનગર ખાતે 09:17ના બદલે 09:04 કલાકે આવશે, જ્યારે પોરબંદર-રાજકોટ ટ્રેન 10:00ના બદલે 09:50 કલાકે ભક્તિનગર સ્ટેશન પહોંચશે. રાજકોટ-વેરાવળ લોકલ (59423) ટ્રેન પણ હવે રાજકોટથી 5 મિનિટ વહેલી એટલે કે 08:00ના બદલે 07:55 કલાકે ઉપડશે