Mon Dec 08 2025

Logo

White Logo

માત્ર બે દિવસમાં 'ધુરંધર' ફિલ્મનું કલેક્શન 50 કરોડને પાર: વિકેન્ડમાં કમાણી વધવાની શક્યતા : વિકેન્ડમાં કમાણી વધવાની શક્યતા

23 hours ago
Author: Himanshu Chavada
Video

મુંબઈ: હાઇ-વોલ્ટેજ જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' થિએટરમાં રિલીઝ થઈ ચૂકી છે. 3.5 કલાકની લાંબી હોવા છતાં, ફિલ્મ કંટાળાજનક લાગતી નથી. જેથી દર્શકો તેને વધારે પસંદ કરી રહ્યા છે. જે તેના બોક્સ ઓફિસ કલેક્શન પરથી જણાઈ રહ્યું છે. માત્ર બે દિવસમાં 'ધુરંધર' ફિલ્મે 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

પહેલા જ દિવસે 20 કરોડથી વધુની કમાણી

રણવીર સિંહના વિવાદિત નિવેદનની કોન્ટ્રોવર્સી બાદ 5 ડિસેમ્બરે 'ધુરંધર' ફિલ્મ રિલીઝ થઈ હતી. રણવીર સિંહના વિવાદની અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પડશે એવું લાગી રહ્યું હતું. પરંતુ ફિલ્મી સૂત્રોની આ અટકળો ખોટી સાબિત થઈ હતી. 'ધુરંધર' ફિલ્મે પહેલા દિવસે 27 કરોડની નેટ કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે આ કમાણી વધીને 31 કરોડ પર પહોંચી હતી. આમ, બે દિવસમાં આ ફિલ્મે કુલ 58 કરોડની કમાણી કરી લીધી છે.  

100 કરોડના ક્લબમાં પહોંચશે ફિલ્મ
 
'ધુરંધર' ફિલ્મ રણવીર સિંહની ટોપ 10 ફિલ્મોમાં સ્થાન મેળવવા માટેની તૈયારી કરી રહી છે. આમ, માત્ર બે દિવસમાં 58 કરોડની કમાણી કરનારી 'ધુરંધર' ફિલ્મની વિકેન્ડમાં કમાણી વધશે, એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. સાથોસાથ આ ફિલ્મ બહુ જલ્દી 100 કરોડ કલેક્શનના ક્લબમાં પણ પહોંચી જશે, એવી પણ શક્યતાઓ જણાઈ રહી છે.

 
 
ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલની એક્ટિંગ પણ મહત્ત્વની છે. ફિલ્મમાં એક્શન, ઇમોશન, દેશભક્તિ પણ દર્શાવવામાં આવી છે, જે ફિલ્મને જોવાલાયક બનાવે છે. જોકે, આ ફિલ્મે દર્શકોની આતૂરતા વધારી દીધી છે. કારણ કે ફિલ્મના અંતમાં તેના પાર્ટ 2ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.