Mon Dec 22 2025

Logo

White Logo

નશામાં ધૂત કારચાલકે નોરા ફતેહીની કારને અડફેટે લીધી : અભિનેત્રીને માથામાં ઈજા

1 day ago
Author: Himanshu Chavada
Video

મુંબઈ: પોતાના ડાન્સ માટે બોલીવૂડમાં જાણીતી અભિનેત્રી નોરા ફતેહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નોરા ફતેહી તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બની છે. નશામાં ધૂત એક વ્યક્તિએ નોરા ફતેહીની કારમાં ટક્કર મારી હતી. જેથી નોરા ફતેહીને માથામાં ઈજા પહોંચી છે.

નોરા ફતેહીનો કેવી રીતે થયો અકસ્માત?

20 ડિસેમ્બર 2025ને શનિવારની રાત્રે મુંબઈમાં  ડેવિડ ગુએટાનો કોન્સર્ટ યોજાયો હતો. નોરા ફતેહી આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે સનબર્ન ફેસ્ટિવલ ખાતે જઈ રહી હતી. એવામાં તેની સાથે એક દુર્ઘટના ઘટી હતી. નોરા ફતેહીની કાર એક નશામાં ધૂત વ્યક્તિની કારની અડફેટે ચડી ગઈ હતી. જેથી નોરા ફતેહીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ નોરા ફતેહી હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેનું સીટી સ્કૈન કરવામાં આવ્યું હતું.    

પરફોર્મન્સ આપવા પહોંચી નોરા ફતેહી

તબીબી તપાસમાં સામે આવ્યું કે, નોરા ફતેહીને ગંભીર ઈજા પહોંચી ન હતી. જોકે, ડૉક્ટર્સે નોરા ફતેહીને આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ ઈજાને અવગણીને નોરા ફતેહી સનબર્ન ફેસ્ટિવલ ખાતે પોતાનું પરફોર્મન્સ આપવા પહોંચી હતી. 

ઉલ્લેખનીય છે કે, ડેવિડ ગુએટા પોતાના 'મોનોલિથ શો' માટે જાણીતા છે. તેઓ આઠ વર્ષ બાદ ભારતમાં પરફોર્મન્સ આપવા આવ્યા છે. આ શોમાં નોરા ફતેહીના ખાસ પરફોર્મન્સને નિહાળવા માટે તેના ફેન્સ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.