Mon Dec 22 2025

Logo

White Logo

અનન્યા પાંડેની ફિલ્મો આગામી દિવસોમાં ધૂમ મચાવશે, : જાણો નવી ફિલ્મોની રિલીઝ ડેટ

1 day ago
Author: Tejas
Video

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેની ફિલ્મ 'તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી' આ વર્ષે ક્રિસમસ દિવસે 25 ડિસેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈ ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ આ ફિલ્મ 31 ડિસેમ્બરે આવવાની હતી, પરંતુ મેકર્સે હવે તેને વહેલી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

સમીર વિદ્વાંસના ડિરેક્શનમાં બનેલી આ રોમેન્ટિક ફિલ્મમાં અનન્યા ફરી કાર્તિક આર્યન સાથે મોટા પડદા પર પ્રેમ લડાવતી જોવા મળશે. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

જ્યારે બીજી બાજુ અનન્યા પાંડેની બીજી ફિલ્મ 'ચાંદ મેરા દિલ'ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને વિવેક સોનીએ ડિરેક્ટ કરી છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ અવે 2025ના બદલે 10 એપ્રિલ 2026ના રોડ મોટા પડદા પર રિલિઝ થશે. નવેમ્બર 2024માં રિલીઝ થયેલા ફિલ્મના પોસ્ટર્સે ચાહકોમાં પહેલાથી જ કુતૂહલ જગાવ્યું છે.

ફિલ્મો ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ પર પણ અનન્યાનો દબદબો જોવા મળી રહ્યો છે. પ્રાઇમ વીડિયો પર તેની વેબ સિરીઝ 'કોલ મી બે'ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ સફળતાને જોતા મેકર્સે તેની બીજી સિઝનની જાહેરાત કરી દીધી છે. જોકે, 'કોલ મી બે સીઝન 2' ક્યારે સ્ટ્રીમ થશે તેની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અનન્યાના ચાહકો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે.

અનન્યા પાંડેએ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. તેણે પોતાની એક્ટિંગ સ્કીલ્સથી ખૂબ ઓછા સમયમાં ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. 'પતિ, પત્ની ઓર વો', 'ડ્રીમ ગર્લ ૨' અને 'કેસરી- ચેપ્ટર ૨' જેવી ફિલ્મો દ્વારા તેણે સાબિત કરી દીધું છે કે તે માત્ર ગ્લેમરસ જ નથી પણ અભિનયમાં પણ પારંગત છે. અત્યાર સુધીમાં અનેક એવોર્ડ્સ જીતી ચૂકેલી અનન્યા આગામી વર્ષોમાં બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહી છે.