Mon Dec 22 2025

Logo

White Logo

'ભાભીજી ઘર પર હૈ 2.0' માં : ઓરિજિનલ અંગૂરીભાભી એટલે કે શિલ્પા શિંદેનું કમબેક!

2 days ago
Author: Darshana Visaria
Video

ટીવીનો બહુચર્ચિત શો ભાભીજી ઘર પર હૈ ફરી એક વખત દર્શકોને પેટ પકડીને હસાવવા માટે તૈયાર છે. ભાભીજી ઘર પર હૈ 2.0માં અંગૂરીભાભી ઉર્ફે શિલ્પા શિંદેની એન્ટ્રી થઈ છે. અહીંયા તમારી જાણ માટે કે થોડાક સમય સુધી ઓફ એર થયા બાદ ફરી એક વખત આ ટીવી સીરિયલ પાછી આવી રહી છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી... 

ટીવી સીરિયલ ભાભીજી ઘર પર હૈનું અપગ્રેડેડ વર્ઝન ભાભીજી ઘર પર હૈ 2.0 હવે ફરી એક વખત દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ વખતે સીરિયલમાં એક મોટો અને મહત્ત્વનો બદલાવ જોવા મળશે, જે દર્શકોને ચોક્કસ જ ગમશે. અહીં અમે જે ફેરફારની વાત કરી રહ્યા છીએ એ એટલે ઓજી અંગૂરીભાભી એટલે કે શિલ્પા શિંદેનું કમબેક. 

શિલ્પા શિંદેને ફરી એક વખત ટચૂકડાં પડદે અંગૂરીભાભીના રોલમાં જોવા માટે દર્શકો પણ એકદમ ઉત્સુક છે. શિલ્પા શિંદેની એન્ટ્રીથી આ શોમાંથી એક્ટ્રેક શુભાંગી અત્રેનું પત્તુ કપાઈ ગયું છે. અહીંયા તમારી જાણ માટે કે શુભાંગી અત્રે અત્યાર સુધી આ શોમાં અંગૂરીભાભીનો રોલ કરી રહ્યા હતા. શુભાંગી અત્રેએ અંગૂરીભાભીનો રોલ કરીને દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. 

શિલ્પા શિંદેએ પણ પોતાના કમબેક અને શુભાંગીના રોલ વિશે વાત કરી હતી. શિલ્પાએ શુભાંગીના વખાણ કર્યા હતા અને સાથે એવું પણ જણાવ્યું હતું તે કોમેડી કરવું દરેકના બસની વાત નથી. શિલ્પાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક એક્ટર તરીકે મેં એ એ સમયે પણ કહ્યું હતું કે તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. તે એક સારી એક્ટ્રેસ છે, પણ કોમેડી કરવું એ દરેકનું કામ નથી. એમાં પણ વાત જ્યારે કોઈને કોપી કરવાની હોય ત્યારે તો તે વધારે અઘરું બની જાય છે. 

શિલ્પાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આજે હું ગમે એટલું વિચારું કે કોઈ એક્ટ્રેસને કોપી કરું તો પણ એ કોપી જ લાગે છે. પછી હું ગમે એટલી સારી એક્ટિંગ કેમ ના કરી લઉં. અહીંયા તમારી જાણ માટે કે ભાભીજી ઘર પર હૈ 2.0 સિરીયલ 22મી ડિસેમ્બરથી પાછી ઓન એર થઈ રહ્યો છે.