ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુર ખાતે 20 ડિસેમ્બરને 2025ના રોજ એક કોર્પોરેટ ગેંગરેપની ઘટના ઘટી હતી. જેને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગરેપ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓમાં IT કંપનીના CEOનો પણ સમાવેશ થાય છે.
બર્થ પાર્ટી બાદ કારમાં થયો ગેંગરેપ
20 ડિસેમ્બરને 2025ના રોજ એક IT કંપનીના CEOની બર્થ ડે હતી. જેથી તેણે ઉદયપુરના શોભાગપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાં બર્થ ડે તથા ન્યુ યર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કંપનીની એક્ઝિક્યૂટિવ હેડને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક્ઝિક્યૂટિવ હેડ રાત્રે 9 વાગ્યે પાર્ટીમાં પહોંચી હતી. પરંતુ પાર્ટી શરૂ થયા બાદ એક્ઝિક્યૂટિવ હેડની તબિયત લથડી હતી. તેથી કેટલાક લોકોએ તેમને ઘરે મૂકી આવવાની વાત કરી હતી. પરંતુ એક્ટીક્યૂટિવ હેડે તેની ના પાડી હતી.
રાત્રે 1:30 વાગ્યાની આસપાસ પાર્ટી પૂરી થઈ હતી. 1:45 વાગ્યે એક્ઝિક્યૂટિવ હેડને કારમાં બેસાડવામાં આવી હતી. જેમાં તેનો પતિ તથા કંપનીનો CEO પણ હાજર હતો. કારમાં એક્ઝિક્યૂટિવ હેડને ધુમ્રપાન કરાવવામાં આવ્યું હતું. જેથી તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જોયું કે, તેના કાનના ઝૂમકા, મોજા અને અંડરગારમેન્ટ્સ ગુમ હતા, તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર ઈજાઓ પણ પહોંચી હતી. તેથી એક્ઝિક્યૂટિવ હેડે પોતાની સાથે શારીરિક છેડછાટ અને ગેંગરેપ થયો હોવાનો આરોપ લગાવ્યો હતો.
ત્રણ આરોપીઓની થઈ ધરપકડ
IT કંપનીની પીડિતા મહિલા એક્ઝિક્યુટિવની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે પીડિતાના નિવેદન, મેડિકલ રિપોર્ટના આધારે પીડિતા સાથે ગેંગરેપ થયાનું અનુમાન લગાવ્યું હતું. આ ઉપરાંત કારના ડેશકેમમાંથી મળેલા ઓડિયો-વીડિયો રેકોર્ડિંગના આધારે તેની પુષ્ટી પણ થઈ હતી. જેના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણ આરોપીઓમાં IT કંપનીના CEO જિતેશ સિસોદિયા, મહિલા એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા અને તેના પતિ ગૌરવ સિરોહીનો સમાવેશ થાય છે.