Mon Dec 22 2025

Logo

White Logo

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, : એસપીના આદેશથી હડકંપ

2 days ago
Author: Vimal Prajapati
Video

ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા સામૂહિક બદલીનો આદેશ આપવામાં આવ્યો તેના કારણે પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, વર્ષોથી એક જ જગ્યાએ બજાવતા તેમજ ત્રણ વર્ષથી વધુ સમયગાળો પૂર્ણ કરનાર પોલીસકર્મીની જાહેર હિતનો ઉલ્લેખ કરી બદલી કરવામાં આવી છે. 

એક સાથે 176 કર્મચારીઓની બદલી થતા પોલીસ બેડામાં હડકંપ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, જિલ્લાનું પોલીસ તંત્ર વધુ સુગમ અને પારદર્શક બને તેમજ એક જગ્યાએ ઘણા વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા પોલીસ કર્મચારીઓ પર લગામ લાગે તે હેતુથી બદલીનો ધાણવો થયો છે. પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબી અને એસઓજી જેવી અગત્યની બ્રાન્ચોમાં પણ સાફસૂફી હાથ ધરવામાં આવી છે. કાર્યક્ષમતા વધારવા અને સ્થાનિક સ્તરે થતા હિતોના ટકરાવને રોકવા કામચોર અને બેદરકાર કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ એક સાથે 176 કર્મચારીઓની બદલી કરી હોવાનું જાણવા મળ્યું છે. 

ગીર સોમનાથ પોલીસ વિભાગમાં જડમૂળથી ફેરફાર

આ પહેલા પણ 6 ડિસેમ્બરના રોજ વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ કર્યો હતો. તે વખતે 82 પોલીસકર્મીઓમાંથી એકલા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના 57 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી. સાગમટે બદલીમાં 24 મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા. પોલીસ વિભાગમાં સામન્ય રીતે સમયાંતરે બદલીઓ થતી રહેતી હોય છે પણ એક સાથે 57 કર્મચારીને બદલી થતાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશનનામાં સન્નાટો વ્યાપી ગયો હતો. તે બાદ ફરી એક વખત  176 પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જેથી અત્યારે ગીર સોમનાથ પોલીસ વિભાગમાં જડમૂળથી ફેરફારની લહેર જોવા મળી હતી.