Mon Dec 08 2025

Logo

White Logo

રાજયમાં કયારે જાહેર થશે ડ્રાફ્ટ મતદાર યાદી? : ફોર્મ ન જમા કરાવ્યું હોય તો શું કરશો?

3 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ રાજ્યમાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અસરકારક રીતે ચાલી રહી છે. રાજકીય પક્ષો, બીએલઓ અને સ્વયંસેવકોના સહકારથી 83 ટકા ફોર્મની ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 11 ડિસેમ્બર સુધી આ તબક્કો થશે. 16 ડિસેમ્બર રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે.  

જે લોકોના નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય તેમની યાદી તથા કારણો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અને મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર જાહેર થશે. જેઓ ગણતરી ફોર્મ ન  આપી શક્યા હોય તેઓ ફોર્મ 6 ભરી 15 જાન્યુઆરી 2026 પહેલા સબમિટ કરશે તો તેમનના નામ અંતિમ યાદીમાં સામેલ થશે.  ત્યારબાદ પણ ફોર્મ 6-8 કોઈપણ સમયે ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. તેમના નામો ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ઉમેરાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ 83 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોમાં ફોર્મ ડિજિટલાઈઝેશન કામગીરી ઝડપથી ચાલી રહી છે.  50 હજાથી વધુ બીએલઓ મતદાર યાદી સુધારણામાં મદદ કરી રહ્યા છે. મહાનગરપાલિા અને નગરપાલિકા વિસ્તારોમાં વસતીને ધ્યાનમાં રાખી રાજ્યમાં 30 હજારથી વધુ સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે.

આગામી તબક્કામાં બીએલઓની ભૂમિકા મહત્ત્વની રહેશે. નવેમ્બરમાં 6 દિવસ કેમ્પ યોજાયો હતો. જેમાં 50 લાખથી વધુ લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા.