નવી દિલ્હી/બનાસકાંઠાઃ સંસદના શિયાળુ સત્રમાં આજે ગુજરાતના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીટેકનિક અંગેનો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે, સરકારે દેશમાં નવી પોલીટેકનિક સંસ્થાની સ્થાપના માટે કોઈ યોજના શરૂ કરી છે? જો હા તો તેની રાજ્યવાર વિગત શું છે. આ ઉપરાંત ગુજરાતમાં નવી કોઈ પોલીટેકનિક સ્થાપવામાં આવી છે અને જો હા તો કયા કયા જિલ્લામાં સ્થપાઈ છે, કેટલી રકમ ખર્ચવામાં આવી છે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સવાલનો જવાબ આપતાં શિક્ષણ પ્રધાને જવાબ આપતા જણાવ્યું કે, 4200 કરોડના ખર્ચે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જેનો ઉદ્દેશ 100 પોલીટેકનિક સહિત 275 ટેકનિકલ સંસ્થાઓ સ્થાપવાનો છે. ગુજરાતમાં જૂનાગઢ, ખેડા, નર્મદા, નવસારી, તાપી જિલ્લામાં એક એક મળી કુલ પાંચ પોલિટેકનિકને મંજૂરી આપવામાં આવી છે. દરેક માટે 12.30 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.
કયા રાજ્યમાં કેટલા પોલીટેકનિકને મળી મંજૂરી
અરૂણાચલ પ્રદેશ - 10
આસામ - 12
છત્તીસગઢ - 3
હરિયાણા - 7
હિમાચલ પ્રદેશ - 2
જમ્મુ-કાશ્મીર - 9
મધ્ય પ્રદેશ - 19
નાગાલેન્ડ- 8
ઓડિશા - 22
પંજાબ - 7
રાજસ્થાન - 15
તમિલનાડુ - 7
તેલંગાણા - 1
ત્રિપુરા - 3
ઉત્તર પ્રદેશ - 35
પશ્ચિમ બંગાળ - 10