Thu Jan 01 2026

Logo

White Logo

ગોપાલ ઇટાલિયાનો 'પુરાવા' સાથે પ્રહાર, : મગફળી કૌભાંડ મુદ્દે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત

5 days ago
Author: Mayur Patel
Video

જૂનાગઢ: વિસાવદરથી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર અને સહકારી ક્ષેત્રમાં ચાલતા કૌભાંડો મુદ્દે કલેક્ટરને પુરાવા સાથે રજૂઆત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ભાજપના માણસોએ એપીએમસી, ખરીદ વેચાણ સંઘ અને સહકારી બેંકો પર કબજો કરવા માટે નકલી મંડળીઓ ઉભી કરી છે. અમે આવી 25 જેટલી ગેરકાયદેસર અને નકલી મંડળીઓના નામ, ફોટા અને દસ્તાવેજી પુરાવા કલેક્ટરને સોંપ્યા છે. વિસાવદરથી અમે આ લડત શરૂ કરી છે અને હવે આખા ગુજરાતમાં જનતાને જાગૃત કરીશું.

​મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ઇટાલિયાએ પ્રહારો કરતા કહ્યું હતું કે, ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી, પરંતુ વચેટિયાઓ અને માફિયાઓ કમાઈ રહ્યા છે. અન્ય રાજ્યોની નબળી ગુણવત્તાની મગફળી લાવીને ગુજરાતના સેન્ટરોમાં ટેકાના નામે પધરાવી દેવામાં આવે છે. આ એક બહુ મોટું કૌભાંડ છે અને આ મામલે સરકાર તાત્કાલિક દલાલો પર લગામ લગાવે તેવી અમારી માગ છે.

ઇડીએ મંગળવારે વહેલી સવારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને સુરેન્દ્રનગર કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલના સુરેન્દ્રનગરમાં આવેલા નિવાસોએ દરોડા પાડ્યા હતા. આ મુદ્દે ગોપાલ ઈટાલિયાએ કહ્યું, સુરેન્દ્રનગરના ક્લેક્ટરને 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડયા. પહેલો વિચાર આવે કે શું સુરેન્દ્રનગરવાળો ભ્રષ્ટાચારી છે? કેન્દ્રમાં સરકાર ભાજપની અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર હોય તો ગુજરાતમાં કેન્દ્રની એજન્સી આવીને ક્લેક્ટરને પકડે એમાં શંકા ન જાય? હજુ કેન્દ્રમાં કૉંગ્રેસ અને રાજ્યમાં ભાજપની સરકાર હોય તો પણ સમજાય કે કંઈ વાંધો પડયો હશે.