Mon Dec 22 2025

Logo

White Logo

ગુજરાતમાં ઠંડીમાં વધારો : અમરેલી 12 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર

1 day ago
Author: chandrakant Kanoja
Video

અમદાવાદ : ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીની અસર વધી રહી છે. જેમાં વહેલી સવારે  અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વેસ્ટર્ન  ડીસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારત તરફથી ફૂંકાવાના કારણે ઠંડીમાં વધારો થયો છે. તેમજ આગામી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં અમરેલી 12 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

અમદાવાદમાં લધુત્તમ તાપમાન 14.8 અને ગાંધીનગરમાં 14.6 ડિગ્રી 

આ ઉપરાંત  અમદાવાદમાં લધુત્તમ તાપમાન 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 14.6, રાજકોટમાં 15.5 ડિગ્રી, ડીસામાં 14.5,વલ્લભ વિદ્યાનગર 15.0 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.2, સુરતમાં 14.8 ડિગ્રી તાપમાન, દમણમાં 15.4, ભુજમાં 17.9 ડિગ્રી તાપમાન, નલિયામાં 14.0, કંડલા એરપોર્ટમાં 14.4 ડિગ્રી,   સુરતમાં 14.8 ડિગ્રી , વેરાવળમાં 16.9 ડિગ્રી  તાપમાન નોંધાયું છે. 

આગામી 24 કલાકમાં તાપમાન હજુ ગગડશે

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. તેમજ આગામી 24 કલાકમાં તાપમાન હજુ ગગડશે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યુ છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં વિઝિબીલીટીમાં ઘટાડો થયો છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા કાશ્મીર સુધી સીમિત હોવાથી ઠંડીની અસર ઓછી વર્તાઈ રહી છે. 

ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની ચેતવણી

ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાં  લધુત્તમ તાપમાનમાં  ઘટાડો જોવા મળ્યો છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે. હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં લોકોને સૌથી વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે.