સોલાન: આજે નવા વર્ષના પહેલા જ દિવસે હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢમાં વિસ્ફોટ થતા પોલીસ તંત્ર દોડોતું થઇ ગયું હતું. આજે સવારે પોલીસ સ્ટેશન નજીકની એક શેરીમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરુ કરી હતી. વિસ્તારની નાકાબંધી કરવામાં આવી અને વિસ્તારમાં હિલચાલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. શિમલાથી ફોરેન્સિક સાયંસ લેબોરેટરીની ટીમને ઘટનાસ્થળ બોલાવવામાં આવી હતી, FSLના અધિકારીઓએ પુરાવા એકત્રિત કર્યા હતાં. અધિકારીઓએ વિસ્ફોટનું કારણ જાણવા માટે તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાની કે ઈજાના અહેવાલ નથી.
પોલીસના જણાવ્યા મુજબ સવારે 9.40 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો, વિસ્ફોટના કારણ અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. પોલીસના જણાવ્યા બાદ વધુ તપાસ બાદ માહિતી શેર કરવામાં આવશે. કોઈ ધમકીભર્યો ઈમેલ કે કોલ મળ્યો નથી.
વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના વિસ્તારોની કેટલીક ઇમારતોને નુકશાન પહોંચ્યું હતું. નજીકમાં અવેલી એક શાળા અને આર્મી હોસ્પિટલના કાચ તૂટી ગયા હતા. લોકો ડરના માર્યા દુકાનો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઘણો ભંગારનો પડ્યો રહે છે. કોઈ કેમિકલને કારણે આ વિસ્ફોટ થઇ શક્યો હોઈ શકે છે, પોલીસે સ્થાનિકોને શંકાસ્પદ લોકો અથવા ગતિવિધિઓની જાણ કરવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે હાલ ચિંતાનું કોઈ કારણ નથી, ભંગારના ડીલરોને બેદરકારી ન રાખવા સૂચના આપવામ આવી છે.