Thu Jan 01 2026

Logo

White Logo

ચંદ્રપુર ભાજપમાં મોટો ભડકો: : ઉમેદવારોની યાદીમાં છેડછાડ બદલ શહેરપ્રમુખની હકાલપટ્ટી

2 hours ago
Video

ચંદ્રપુર: મહારાષ્ટ્રમાં ભાજપે ચંદ્રપુર શહેર એકમના વડાને તેમના પદ પરથી હટાવી દીધા હતા, તેમના પર આગામી નાગરિક ચૂંટણી માટે ઉમેદવારોની યાદીમાં છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે ૧૫ જાન્યુઆરીની ચૂંટણી માટે કેટલાક નામોની જાહેરાત કરી હતી, પરંતુ શહેર પ્રમુખ સુભાષ કાસંગોટ્ટુવાર દ્વારા શેર કરવામાં આવેલી યાદીમાં તે નામો નહોતા, તેમ પક્ષના યુવા મોરચાના જનરલ સેક્રેટરી સુનીલ ડોંગરેએ જણાવ્યું હતું.

પાર્ટીને પાછળથી ખબર પડી કે ચવ્હાણ દ્વારા સહી કરાયેલા ડૉક્યુમેન્ટમાં કેટલાક નામો બદલવામાં આવ્યા હતા, અને નોમિનેશન ફોર્મ્સ છેડછાડ કરેલી યાદી મુજબ વહેંચવામાં આવ્યા હતા.

આ કથિત ગેરવર્તણૂકનો ઉલ્લેખ કરીને, ભાજપે બુધવારે કાસંગગોટ્ટુવારને તેમના પદ પરથી હટાવી દીધા હતા, એમ ડોંગરેએ જણાવ્યું હતું, જેમનું નામ ચવ્હાણ દ્વારા મોકલવામાં આવેલી યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. ભાજપ રાજ્ય એકમના કાર્યાલય સચિવ મુકુંદ કુલકર્ણીએ પણ કાસંગગોટ્ટુવારને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.