Sat Dec 13 2025

Logo

White Logo

પીએમ નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે? : ફોનના ફીચર્સ જાણીને ચોંકી ઉઠશો...

1 day ago
Author: Darshna Visaria
Video

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગણતરી દુનિયાના લોકપ્રિય નેતાઓમાં કરવામાં આવે છે અને તેમની લોકપ્રિયતાનું કારણ છે તેમનો સ્વભાવ, સમય સાથે ચાલવાની આદત અને આજ કરતાં 20-25 વર્ષ આગળનું વિઝન જોવાની દ્રષ્ટિ. આવા આ લોકપ્રિય પીએમ મોદીજીના એક એવા પાસા વિશે આજે અમે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે ખૂબ ઓછા લોકોને જાણ હશે. આજનો સમય એવો છે કે કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોન જોવા મળે અને લોકપ્રિય નેતા પીએમ મોદીજી કયો ફોન યુઝ કરે છે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે. ચાલો તમને આ વિશે જણાવીએ...

પીએમ નરેન્દ્ર મોદીજીને લેટેસ્ટ ટેક્નોલોજી અને ગેજેસ્ટને વાપરવાનું પસંદ છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ અને તેમણે પણ અનેક વખત કાર્યક્રમોમાં ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેઓ સતત નવી નવી ટેક્નોલોજી વિશે જાણતા અને શીખતા રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી કયો ફોન વાપરે છે એ વિશે વાત કરીએ તો અનેક વખત પીએમ મોદીજીના હાથમાં આઈફોન જોવા મળે છે, જેનાથી તેઓ સેલ્ફી ક્લિક કરે છે. પરંતુ હવે સ્વાભાવિક છે કે સિક્યોરિટી રિઝન્સને કારણે પીએમ આ સ્માર્ટફોનનો ઉપયોગ વાત-ચીત માટે નહીં કરતા હોય. પણ હા તેમને લેટેસ્ટે ટેક્નોલોજી અને ફોનનો શોખ છે. 

જો પીએમ મોદીજી આઈફોનનો ઉપયોગ નથી કરતાં વાતચીત માટે તેઓ કયો ફોન યુઝ કરે છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે તો તમારી જાણકારી માટે કે પીએમ મોદીજી કમ્યુનિકેશન માટે જે ફોનનો ઉપયોગ કરે છે કે એકદમ એન્ક્રેપ્ટેડ હોય છે. વડા પ્રધાન સહિતના અનેક વીઆઈપી નેતાઓ કમ્યુનિકેશન માટે સેટેલાઈટ અને RAX જેવા ફોનનો ઉપયોગ કરે છે. જોકે, પીએમ મોદી આ પહેલાં પણ ઘણી વખત આઈફોનનો ઉપયોગ કરતાં જોવા મળ્યા છે.

રેક્સ ફોનના સ્પેશિયલ ફિચર્સની વાત કરીએ તો આ ફોન કોલ ડેટા લીકના જોખમથી તો બચાવે જ છે પણ એની સાથે સાથે તે એને સુરક્ષિત પણ રાખે છે. આ ફોનમાં સેફ્ટી અને સિક્યોરિટી માટે અનેક સેફ્ટી લેયર્સ હોય છે. આ ફોન નોર્મલ નેટવર્ક પર નહીં પણ મિલિટ્રી ફ્રીક્વેન્સી બેન્ડ પર કામ કરે છે જેને કારણે એને ઈન્ટરસેપ્ટ કરવાની શક્યતા નાબુદ થઈ જાય છે.  

રેક્સ ફોનનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે જ્યારે ફિંગર પ્રિન્ટ અને આઈન્ડેટિટી મેચસિસ્ટમમાં મેચ થાય. અનરજિસ્ટર્ડ ફિંગર પ્રિન્ટ કે કોઈ બીજી વ્યક્તિ આ ફોનનો ઉપયોગ કરી શકતી નથી. રેક્સ ફોનમાં થ્રી લેયર્ડ એન્ક્રિપ્શન હોય છે, જેને તોડવાનું અશક્ય છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના વીડિયો અને ફોટો જોશો તો તેઓ તેઓ અલગ અલગ અલગ અલગ ફોનનો ઉપયોગ કરતાં જોવા મળી રહ્યા છે. જોકે, મોટાભાગે તેમના હાથમાં આઈફોન જ વધુ જોવા મળે છે અને એમાં પણ તેમની પાસે અલગ અલગ જનરેશનના ફોન જોવા મળે છે. આ ફોન્સમાં આઈફોન ફાઈવ એસથી લઈને આઈફોન 15 પ્રો મેક્સ જેવા ફોનનો સમાવેશ થાય છે.