Mon Dec 22 2025

Logo

White Logo

72 કલાક બાદ બની રહ્યો છે સમસપ્તક રાજયોગ, : આ રાશિના જાતકોનું ઉઘડી જશે ભાગ્ય...

5 days ago
Author: Darshana Visaria
Video

વૈદિક કેલેન્ડરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એક ચોક્કસ સમયે દરેક ગ્રહ ગોચર કરે છે અને શુભાશુભ યોગનું નિર્માણ કરે છે. ત્રણ દિવસ બાદ ગુરુ અને શુક્ર મળીને ખાસ યોગ બનાવી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે, આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 20મી ડિસેમ્બરના રોજ ગુરુ અને શુક્ર બંને મળીને સમસપ્તક રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. આ રાજયોગને કારણે તમામ રાશિના જાતકોને ઓછા વધતાં પ્રમાણમાં લાભ થઈ રહ્યો છે, પણ અમુક રાશિના જાતકોનું ભાગ્ય આ રાજયોગને કારણે ખુલી જશે. આ સમયે આ રાશિના જાતકોને અચાનક નાણાંકીય લાભ થઈ શકે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ સાબિત થવાનો છે. આ સમયે વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. આકસ્મિક નાણાંલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પગાર વધારો પ્રમોશન વગેરે મળી શકે છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે ગુરુ અને શુક્રની યુતિથી બની રહેલો સમસપ્તક યોગ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. રોકાણ કે લોટરીથી આ સમયે લાભ થઈ રહ્યો છે. કારકિર્દીમાં પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

મેષઃ
મેષ રાશિના જાતકો માટે ગુરુ અને શુક્રની યુતિથી બની રહેલાં સમસપ્ત યોગથી અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ સમયે નોકરી અને બિઝનેસમાં પણ તમને લાભ થઈ રહ્યો છે. માન-સન્માનમાં પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે જુનિયર અને સીનિયર બંને તરફથી ટેકો મળી રહ્યો છે. નવી જવાબદારીઓ સોંપવામાં આવશે.