Mon Dec 22 2025

Logo

White Logo

રિતીક રોશન પહાડોમાં ટ્રેકિંગ કરતા ટ્રોલ થયો, : યુઝર્સે પૂછ્યું- 'માઉન્ટેન ડ્યૂ ક્યાં છે?'

3 days ago
Author: mumbai samachar teem
Video

ઉત્તરાખંડ: બોલીવુડ એક્ટર રિતીક રોશન ફિટનેસ ફ્રિક હોવાની સાથોસાથ પ્રકૃતિ પ્રેમી પણ છે, તેથી રિતીક અવારનવાર સમય કાઢીને પ્રકૃતિના ખોળે ફરવા નીકળી પડે છે. તાજેતરમાં હૃત્તિક રોશન ઉત્તરાખંડના પ્રવાસે છે. ઉત્તરાખંડના પહાડોમાં હાલ રિતીક રોશન ટ્રેકિંગ કરી રહ્યા છે. જોકે, પોતાના આ પ્રવાસને લઈને રિતીક રોશન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.

ઉત્તરાખંડના પહાડોમાં ફરવા ગયેલા રિતીક રોશને પોતાના એક્સ હેન્ડલ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં રિતીક રોશને પીળી ટી-શર્ટ પહેરી છે તથા પીળું જેકેટ કમરે બાંધ્યું છે. તેના ખભે બેગ પણ લટકતું દેખાય છે. આ સાથે તેના બંને હાથમાં સપોર્ટ સ્ટિક પણ નજરે પડે છે. રિતીક રોશને કેપ્શનમાં લખ્યું છે કે, સમથિંગ અબાઉટ ટ્રેકિંગ અનડ્યુલટિંગ સર્ફેસીસ મેક્સ માય હાર્ટ સ્માઈલ વિથ જોય.

માઉન્ટેન ડ્યૂ ક્યાં છે? જાદુ મળ્યું!

જોકે, આ ફોટોને લઈને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેના વખાણ કર્યા છે. તો કેટલાક યુઝર્સ તેના પર મીમ્સ બનાવીને તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝર્સે હૃત્તિક રોશનને તેની ફિલ્મ 'કોઈ મિલ ગયા'ના જાદુ સાથે કનેક્ટ કરીને ટ્રોલ કર્યો છે. યુઝર્સે રિતીક રોશનની પોસ્ટની કમેન્ટમાં જાદુનો વીડિયો શેર કરીને લખ્યું કે ત્યાં જાદુ મળ્યું બીજા એક યુઝર્સે લખ્યું કે અને તમારી માઉન્ટેન ડ્યુ ક્યાં છે? જો તમે એક બોટલ લાવ્યા હોત તો તમારે લાકડીના ટેકાનો ઉપયોગ કરીને પહાડ પર નહીં ચડવાની નોબત ન આવતી."

ઉલ્લેખનીય છે કે, રિતીક રોશનને યુઝર્સની કોમેન્ટથી કોઈ ફર્ક પડતો નથી. કારણ કે ઉત્તરાખંડમાં જ્યાં રિતીક ટ્રેકિંગ કરી રહ્યો છે, ત્યાં કદાચ નેટવર્ક આવતું નહીં હોય. આ સિવાય વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી સમયમાં રિતીક રોશન ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાનો છે. HRX ફિલ્મ્સના બેનર હેઠળ 'સ્ટૉર્મ' નામની વેબ સીરીઝ આવી રહી છે. જેમાં હૃત્તિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળશે. છેલ્લે તે 'વોર 2' ફિલ્મમાં જોવા મળ્યો હતો.