રાજકોટઃ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા સંસ્થાની 45 વર્ષની સુવર્ણ સફરની ઉજવણી રૂપે ‘સુવર્ણ સફરોત્સવ’નું ભવ્ય આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રુપના સભ્યો, પરિવારજનો તથા આમંત્રિત મહેમાનોની વિશાળ હાજરી સાથે સમગ્ર માહોલ આનંદ, ઉત્સાહ અને પરિવારભાવથી છલકાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સભ્યોને શ્યોર ગિફ્ટ સરપ્રાઈઝ ગિફ્ટ તથા લકકી ડ્રોમાં ફોલ્ડર, ઘડિયાળ તથા ઉપયોગી આઈટમ્સ ગ્રુપના ઉપપ્રમુખ મેહુલભાઈ તથા ડોલીબેન રવાણી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવાર તરફથી અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે ગ્રુપના તમામ સભ્યો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
મહેમાનોની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પણ આત્મીય સ્વાગત અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી અને ઉજવણીને વધુ ગૌરવસભર બનાવી હતી. વિશેષ રૂપે ગ્રુપના પૂર્વ પ્રમુખોનું ગૌરવસભર બહુમાન કરવામાં આવ્યું હતું. આ સન્માનવિધિ લાઇફ કોચ, એક્ટર અને લેખક હર્ષલ માંકડ કરકમળે સંપન્ન થઈ હતી. પ્રદીપભાઈ પૂજાણી, સુભાષભાઈ બાવીશી શરદભાઈ પારેખ રાજેશભાઈ મોદી, હર્ષદભાઈ મહેતા, પ્રકાશભાઈ ખજુરીયા અને પૂર્વ પ્રમુખોએ સંસ્થાના વિકાસ માટે આપેલા યોગદાનને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી
આ કાર્યક્રમની ભવ્યતામાં વિશેષ આકર્ષણ રૂપે સમગ્ર હોલનું કલાત્મક અને ભાવસભર ડેકોરેશન પણ નોંધપાત્ર રહ્યું હતું. કાર્યક્રમ સારથી મેહુલ રવાણી દ્વારા સ્વયં રચાયેલું આ ડેકોરેશન પરંપરા અને સૌંદર્યનો અનોખો સંગમ હતું. સભ્યો અને મહેમાનો દ્વારા આ ડેકોરેશનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને ઘણા સભ્યોએ યાદગાર પળોને કેમેરામાં કેદ કરી હતી, જે સમગ્ર ઉત્સવને વધુ જીવંત અને સ્મરણિય બનાવી ગયું હતું. લાઈફ કોચ, એક્ટર તથા લેખક હર્ષલ માકડએ પોતાના સંબોધનમાં પરિવાર સંબંધો, પરસ્પર સન્માન અને સમજણના મહત્વ પર પ્રેરણાદાયી વિચાર રજૂ કર્યા અને સંવાદ, સહનશીલતા તથા વિશ્વાસ દ્વારા સંબંધોને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર તેજસભાઈ પટેલ એ પોતાની લોકશૈલી અને વિચારસભર હાસ્યથી સમગ્ર માહોલને આનંદમય બનાવી દીધો હતો. હાસ્ય સાથે જીવનની સત્ય વાતોને એમણે એટલી સરળતાથી રજૂ કરી કે દરેકના દિલને સ્પર્શી ગઈ હતી. આ કાર્યક્રમનું સંચાલન મેહુલ રવાણીએ કહ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના પ્રમુખ, સેક્રેટરી તથા કારોબારી સભ્યોએ તમામ સભ્યો, સ્વયંસેવકો અને મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ મહેશભાઈ શાહ તથા સર્વ કારોબારી મેમ્બરે ખૂબ જહેમત ઉઠાવી હતી.