Thu Jan 01 2026

Logo

White Logo

લોકસભામાં "બંકિમ દા" : કહેવા પર પીએમ મોદી પર ભડક્યા મમતા બેનર્જી, માફીની માંગ કરી

3 weeks ago
Author: Chandrakant Kanoja
Video

નવી દિલ્હી : સંસદમાં આજે બીજા દિવસે પણ વંદે માતરમ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન સોમવારે પીએમ મોદીએ ઉપન્યાસકાર બંકિમ ચંદ્ર  ચટ્ટોપાધ્યાયને " બંકિમ દા " કહીને સંબોધિત કર્યા હતા. જે અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બંકિમ ચંદ્ર  ચટ્ટોપાધ્યાયને " બંકિમ દા "કહીને તેમને અપમાનિત કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ કહ્યું કે પીએમ મોદીને આ અંગે દેશની માફી માંગવી જોઈએ.

પીએમ મોદી તેમને યોગ્ય સન્માન પણ ના આપ્યું

આ અંગે મમતા બેનર્જીએ કુચબિહારમાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જયારે દેશ આઝાદ થ્ય્પ ત્યારે વડાપ્રધાન મોદીનો જન્મ પણ  ન હતો થયો. તેમ છતાં તેમણે બંગાળના સૌથી મહત્વના વ્યક્તિને આ રીતે સંબોધિત કર્યા છે.  તેમણે આક્ષેપ લગાવ્યો કે પીએમ મોદી તેમને યોગ્ય સન્માન પણ ના આપ્યું જેના તે હકદાર હતા. આની માટે તેમણે દેશ સમક્ષ માફી માંગવી જોઈએ. 

 બંકિમ બાબુ શબ્દનો ઉપયોગ કરવાનો આગ્રહ  રાખ્યો 

સોમવારે લોકસભામાં વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે  ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંકિમ ચંદ્ર  ચટ્ટોપાધ્યાયનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તેમને  " બંકિમ દા " કહીને સંબોધિત કર્યા હતા. જે ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. આ અંગે ટીએમસી સાંસદ સોગત રાયે વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કહ્યું તેમણે  " બંકિમ દા " ના બદલે બંકિમ બાબુ શબ્દનો ઉપયોગ કરવાનો આગ્રહ  રાખ્યો હતો. 

જોકે, આ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ તરત જ તેમની ભાવનાની કદર કરી હતી. તેમજ કહ્યું હતું કે બંકિમ બાબુ કહીશું. આભાર, હું તમારી ભાવનાઓની કદર કરું છું. તેમજ રમુજી અંદાજમાં પૂછ્યું હતું કે, તે રોય ને પણ દાદા કહી શકે. 

મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કર્યો

આ દરમિયાન બંગાળના સીએએમ મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે જો ભાજપ રાજ્યમાં સત્તામાં આવશે તો બંગાળની સંસ્કૃતિ, ભાષા અને વિરાસતને ભારે નુકસાન થશે. તેમણે આક્ષેપ મુક્યો કે SIR ની કામગીરી પૂર્ણ થતા અને અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ રાજ્યના વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. કારણ કે તેને કોઈ કોર્ટના પડકારી ના શકે.