Mon Dec 22 2025

Logo

White Logo

મંત્રીપદ ગયું અને વિધાનસભ્ય પદ પણ જોખમમાં : છતા કોકાટે ગેમ કરી ગયા...

1 day ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: નાશિક જિલ્લાના સિન્નરમાં  અજિત પવારના રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નગરાધ્યક્ષ પદના ઉમેદવાર વિઠ્ઠલ ઉગલેએ બાજી મારી છે. ઉગલેના પ્રચારમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા માણિકરાવ કોકાટે ઉતર્યા હતા. કોકાટેનું મંત્રીપદ જતું રહ્યું છે અને ગમે ત્યારે વિધાનસભ્ય પદ પણ જતું રહેવાનું છે. તેમને કારણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસને નામોશીનો સામનો કરવો પડયો છે, છતાં કોકાટેને કારણે સિન્નરમાં  રાષ્ટ્રવાદી કૉંગ્રેસને નગરાધ્યક્ષપદ મળ્યું છે.

સિન્નર નગરપાલિકામાં ભાજપ, રાષ્ટ્રવાદી, શિવસેના અને યુબીટી એમ ચાર પક્ષો વચ્ચે જોરદાર લડત હતી, જેમાં મુખ્યત્વે ઉદ્ધવની સેના અને રાષ્ટ્રવાદીના ઉમેદવારો વચ્ચે જ મહત્ત્વની હતી. ભાજપ અને શિવસેનાના પણ ઉમેદવાર ચૂંટણીમાં હતા. 

ભાજપે તો બીજા પક્ષોમાં કાર્યકર્તાઓને ફોડવાનું કામ પણ કર્યું હતું છતાં કોકાટાએ જોરદાર પ્રચાર કરીને અને વ્યૂહરચનાને અમલમાં રાખીને વિઠ્ઠલ ઉગલે સાથે મોટા પ્રમાણમાં પ્રચાર કર્યો હતો. ભાજપના તમામ દાવપેચ વચ્ચે પણ કોકાટેએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસને જીતાડી દીધી હતી.