Mon Dec 15 2025

Logo

White Logo

સરકારના વાંકે જ 165 સરકારી પ્રોજેક્ટ્સ ખોરંભાયા, ગુજરાત સરકારે આપ્યા આ આદેશ : જમીનની ફાળવણી ન થવાથી ગુજરાતના 165 પ્રોજેક્ટ્સ ગોકળગાયની ગતિએ

8 hours ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ ગુજરાત સરકારે જનતાના હીત માટે પાસ કરેલા લગભગ 165 ગેટલા પ્રોજેક્ટ્સનું કામ ખોરંભે ચડ્યું છે અથવા ગોકળગતિએ ચાલી રહ્યું છે કારણ કે જે તે પ્રોજેક્ટ્સ માટે જમીનની ફાળવણી જ થઈ નથી. સિંચાઈ, રસ્તા, શિક્ષણ અને આરોગ્યને લગતા કામ સરકારી ખાતાઓની શિથિલતાને લીધે જ અટકી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

સરકારે આ અંગે કરેલા એક રિવ્યુ બાદ જાણવા મળ્યું હતું કે રૂ. 43,000 કરોડના જાહેરહીતના કામ અટકી પડયા છે. આનું કારણ એક વિભાગ બીજા વિભાગના કામની ફાઈલ ઝડપથી સાઈન કરી આગળ વધારતી નથી. આ વાત બહાર આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ મહત્વના કામની ફાઈલ્સને ફાસ્ટ ટ્રેક કરવાની સૂચના આપી હતી. 

એક અધિકારીએ જણાવ્યું હતું કે જમીન ફાળવણીને લીધે અટકેલા પ્રોજેક્ટને કારણે રાજ્ય સરકાર મહેસૂલી આવક પણ ગુમાવી રહી છે, જેમાં જીએસટીનો પણ સમાવેશ થાય છે. અટકી પડેલા કામોમાં સૌથી વધારે 49 પ્રોજેક્ટ્સ પાણી વિતરણ વ્યવસ્થાના છે ત્યારબાદ 31 રોડ-રસ્તાના, 24 આરોગ્ય અને પરિવાર કલ્યાણ, 15 રેલવે વિભાગના અને 10 શહેરી વિકાસ વિભાગના છે.

આ ઉપરાંત અમુક પ્રોજેક્ટેસ અલગ અલગ ખાતાને છે, જે જમીન ફાળવણીને અટવાયા છે અથવા તો વિલંબમાં મૂકાયા છે. આ માટે રાજ્ય સરકાર અલગ અલગ પાંસાને ધ્યાનમાં લઈ કામ કરી રહી છે, જેથી જમીન ફાળવણી આડે આવતા અવરોધને હટાવી શકાય.

More News...