Mon Dec 22 2025

Logo

White Logo

મુંબઈ BMC ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવ, 70 ટકા : નવા અને યુવા ચહેરાને મળશે તક

4 days ago
Author: mumbai samachar teem
Video

મુંબઈ: રાજ્યમાં ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થયા બાદ હવે રાજકીય પક્ષો દ્વારા વ્યૂહરચના ઘડવાની શરૂઆત થઈ ગઈ છે અને દિગ્ગજ નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા છે. એવા અહેવાલ છે કે ઠાકરેની શિવસેનાએ આ સંદર્ભમાં નવી રણનીતિ ઘડી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા ઉમેદવારોની ચકાસણી કરતી વખતે ૭૦ ટકા નવા યુવા ચહેરાઓને તક આપે તેવા અહેવાલ છે. 

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલીવાર એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના આમને-સામને આવશે. આ બાબતમાં તમામ સત્તા એકનાથ શિંદે પાસે છે', તેમ કહીને શિંદે જૂથે બેઠકોની વહેંચણી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સૂત્રોની માહિતી મુજબ, શિંદે જૂથ મહાયુતિ પાસે ૮૪ બેઠકની માંગણી કરે તેવી શક્યતા છે. 

તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ નવા ચહેરાઓને તક આપવાની રણનીતિ બનાવી છે અને અંદાજે ૭૦ ટકા ઉમેદવાર યુવાન અને નવા હશે તેવો અંદાજ છે. આ ઉપરાંત, પડદા પાછળ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન માટે વાટાઘાટો ચાલી રહ્યો હોવાની પણ ચર્ચા છે. મહાયુતિ આ ચૂંટણી સાથે મળીને લડશે તેવું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું. 

દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ૩૦થી ૪૫ વર્ષની વયજૂથના મોટા ભાગના ઉમેદવાર ઠાકરેની શિવસેના તરફથી મેદાનમાં ઉતારવામાં આવશે. ઉમેદવારી અંગેનો નિર્ણય છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા કામકાજના અહેવાલ યુવા મહત્વાકાંક્ષી ઉમેદવારના જનસંપર્ક અને વોર્ડમાં ઉકેલાયેલી સમસ્યાઓ જોયા પછી લેવામાં આવશે. ઉમેદવારી માટે ઘણા યુવા ચહેરાઓ દોડમાં છે.

હાલમાં, ઠાકરેની શિવસેનામાં કુલ ૫૧ ભૂતપૂર્વ નગરસેવકો છે. આથી આ ભૂતપૂર્વ નગરસેવકોનો વિચાર કરીને અનેક જગ્યાએ નવા ચહેરાઓને તક આપવાનો નિર્ણય વરિષ્ઠ નેતાઓ લઈ રહ્યા હોવાની માહિતી મળી છે. જેમાં અંકિત પ્રભુ, પવન જાધવ, સુપ્રદા ફાતર્ફેકર, શીતલ શેઠ દેવરુખકર, સાઈનાથ દુર્ગે, રાજોલ પાટીલ જેવા અનેક યુવા ચહેરાઓના નામ ઉમેદવારી માટે ચર્ચામાં છે. કેટલાકને તૈયારી કરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે, જ્યારે કેટલાક બાબતે આગામી બે થી ચાર દિવસમાં નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે, તેવી પણ માહિતી મળી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી અને મતદારોના આંકડા જાહેર કર્યા છે. મુંબઈમાં કુલ ૧ કરોડ ૩ લાખ મતદારો છે, જેમાંથી ૫૩ ટકા પુરુષ મતદારો અને ૪૭ ટકા મહિલા મતદારો છે. ચાંદિવલી વિસ્તારમાં સૌથી વધુ મતદારો છે અને સૌથી ઓછા મતદારો સાયન કોલીવાડા વિસ્તારમાં છે. ચાંદિવલીના વોર્ડ નંબર ૧૬૪માં સૌથી વધુ મતદારો છે અને સૌથી ઓછા મતદારો સાયન કોલીવાડાના વોર્ડ નંબર ૧૭૬માં છે. બોરીવલીના વોર્ડ નંબર ૧૫માં મહિલા મતદારોની સૌથી વધુ સંખ્યા છે.

A સૌથી વધુ મતદાર
. કુર્લા એલ વોર્ડ – વોર્ડ નં. ૧૬૪ – ૬૨, ૯૪૫
. અંધેરી પૂર્વ – વોર્ડ નં. ૬૬ – ૬૧, ૭૯૯
. અંધેરી પૂર્વ – વોર્ડ નં. ૮૪ – ૫૭, ૨૬૧

B ઓછા મતદારો
. સાયન કોલીવાડા – વોર્ડ નંબર ૧૭૪ – ૩૦,૭૪૮
. સાયન કોલીવાડા- વોર્ડ નંબર ૧૭૬ – ૩૦,૭૮૬
. દહિસર – વોર્ડ નં. ૧- ૩૧,૯૬૧

C ઓછા મહિલા મતદારો 
. સાયન કોલીવાડા – વોર્ડ નંબર ૧૭૪ - ૧૨,૬૦૪
. ગોરેગાંવ – વોર્ડ નં. – ૧૩, ૨૨૨

D સૌથી વધુ મહિલા મતદાર
. બોરીવલી - વોર્ડ નંબર ૧૫ - ૩૦,૦૮૮
. અંધેરી પશ્ચિમ – વોર્ડ નં. ૬૬ - ૩૦,૦૪૭

E કુલ મતદારો – ૧ કરોડ ૩ લાખ ૪૪ હજાર ૩૧૫
. પુરુષ મતદારો – ૫૫ લાખ ૧૬ હજાર ૭૦૭
. મહિલા મતદારો – ૪૮ લાખ ૨૬ હજાર ૫૦૯
. ટ્રાન્સજેન્ડર - ૧૦૯૯