Mon Dec 08 2025

Logo

White Logo

એસઆઈઆર અંતર્ગત ગણતરીની 98.19 ટકા કામગીરી પૂર્ણ, : 17.66 લાખ મૃત મતદાર

1 day ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર ગણતરીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું. જ્યારે 80 બેઠક પર 99 ટકાથી વધુ કામગીરી થઈ ચૂકી છે. આ સાથે રાજ્યભરમાં ગણતરીની 98.19 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. 

ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17.66 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 8.39 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા હતા.  સાથોસાથ 36.89 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરીત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. તદુપરાંત 3.53 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાનું પંચે યાદીમાં જણાવ્યું હતું.