Mon Dec 08 2025

Logo

White Logo

નવી મુંબઈમાં એમઆઈડીસીમાં : ફેકટરીમાં ભીષણ આગ

5 days ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 

મુંબઈ
:  નવી મુંબઈના દિઘા ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી કંપનીમાં મંગળવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. 
નવી મુંબઈ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલના જણાવ્યા મુજબ દિઘાના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં સુલ્ઝર પંપ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની આવેલી છે. મંગળવારે બપોરના લગભગ ૧.૩૦ વાગ્યાની આસપાસ કંપનીના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ઐરોલી ફાયર સ્ટેશનથી ફાયર એન્જિન અને વોટર ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મંગળવારે મોડે સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.