હિંદુ શાસ્ત્રો અને સનાતન ધર્મમાં પણ એકાદશીનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ દિવસે ભગવાન વિષ્ણુજી અને મા લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. એમાં પણ આ વખતની એકાદશીને લઈને લોકોમાં ખૂબ જ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. કેટલાક લોકોના કહેવા પ્રમાણે આ વખતે 31મી ડિસેમ્બરના એકાદશી છે તો કેટલાક લોકોના મતે 30મી ડિસેમ્બરના એકાદશી છે. જો તમને પણ એકાદશીને લઈને કન્ફ્યુઝન છે તો ચાલો તમારું કન્ફ્યુઝન દૂર કરી દઈએ...
એકાદશીને લઈને લોકોમાં અવઢવ
ધાર્મિક માન્યતાઓની વાત કરીએ તે વિધિપૂર્વક પૌષ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સાધકોને તમામ સંકટમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ વખતે એકાદશીને લઈને લોકોમાં ખૂબ જ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. કેટલાક લોકોના મતે 31મી ડિસેમ્બરના એકાદશી છે તો કેટલાક લોકોના મતે 30મી ડિસેમ્બરના એકાદશી છે.
ક્યારે છે એકાદશી?
વૈદિક પંચાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પૌષ મહિનાની શુક્લ પક્ષમની એકાદશી 30મી ડિસેમ્બરના સવારે 7.50 કલાકે શરૂ થશે અને 31મી ડિસેમ્બરના સવારે પાંચ વાગ્યે સમાપન થશે. આવી સ્થિતિમાં 30મી ડિસેમ્બરના જ પૌષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને વ્રતનું પારણ 31મી ડિસેમ્બરના કરવામાં આવશે.
વ્રત પારણનો દિવસ અને સમય
વાત કરીએ પૌષ પુત્રદા એકાદશી વ્રત-2025ના પારણ ડેટ અને ટાઈમની તો એકાદશીના વ્રતનું પારણ બીજા દિવસે એટલે કે દ્વાદશીના તિથિ પર કરવામાં આવે છે. વ્રતનું પારણ કરવાનો સમયે 31મી ડિસેમ્બરના બપોરે 01.29 કલાકથી લઈને 3.33 કલાક સુધી રહેશે.
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
* સૂર્યોદય સમયઃ સવારે 07.13 કલાકે
* સૂર્યાસ્ત સમયઃ સાંજે 05.34 કલાકે
* ચંદ્રોદયનો સમયઃ બપોરે 01.33 કલાકે
* ચંદ્રાસ્તનો સમયઃ 31મી ડિસેમ્બરના 03.43 કલાકે.
આ વસ્તુઓનું આપો દાન
સનાતન ધર્મમાં એકાદશીના દિવસે દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે પીળા ફળ, અનાજ, ધન અને કપડાં સહિતની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી ધનલાભ થવાની સાથે સાથે જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. સાધકને જીવનમાં કોઈ કમી કે મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો.