Mon Dec 22 2025

Logo

White Logo

આજે રાતે 11 વાગ્યાથી ખુલી જશે અમુક રાશિના જાતકોનું ભાગ્ય, : થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ ને છે?

3 days ago
Author: Darshana Visaria
Video

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને શુભાશુભ યોગનું નિર્માણ કરે છે. આ યોગની 12-12 રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આજે રાતે પણ આવા જ એક ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને કારણે કેટલી રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં મંગળ ધન રાશિમાં બિરાજમાન છે અને આજે એટલે કે 19મી ડિસેમ્બરના રોજ રાતે 10.50 કલાકે મંગળ અને ચંદ્રમાની યુતિ થઈ રહી છે. મંગળ અને ચંદ્રમાની યુતિને કારણે મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. 12 વર્ષ બાદ આ ખાસ રાજયોગ બની રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો પર છપ્પરફાડ ધનવર્ષા થઈ રહી છે. 

ધન રાશિમાં મંગળ સિવાય સૂર્ય અને શુક્ર પણ બિરાજમાન છે. આ રાજયોગને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા વરસશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થશે. નોકરી-ધંધામાં પણ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકો માટે બની રહેલો આ મહાલક્ષ્મી રાજયોગથી લાભ થઈ રહ્યો છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે અને આ સમયે આકસ્મિક ધનલાભ થવાની શક્યતા છે. રાજકારણથી સંકળાયેલા લોકોને પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. કરિયરમાં સ્થિરતાનો અહેસાસ થશે. ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. માતાનો સંપૂર્ણ સાથ-સહકાર અને આશિર્વાદ મળી રહ્યા છે. 

ધનઃ
ધન રાશિમાં જ આ યોગ બની રહ્યો છે એટલે ધન રાશિના જાતકો પર આની વિશેષ અસર જોવા મળશે. આ સમયે તમે કોઈ પણ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકશો. તમારા પ્રભાવ અને સ્વભાવથી તમે લોકોને સરળતાથી તમારી તરફ આકર્ષિત કરી શકશો. જીવનસાથી સાથેના સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે. સમાજમાં તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે. 

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. જો લાંબા સમયથી કોઈ તણાવ સતાવી રહ્યો હશે તો તેમાંથી મુક્તિ મળસે. કામના સ્થળે સીનિયર્સ અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થતાં તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. નાણાંકીય સ્થિતિ વધારે મજબૂત બની રહી છે. પગાર કે બિઝનેસમાં નફામાં વૃદ્ધિ થશે.