જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, સમૃદ્ધિ, વૈભવ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે અને દરેક ગ્રહની જેમ શુક્ર પણ દર મહિને ગોચર કરે છે અને રાશિ પરિવર્તન કરે છે. 2026ની શરુઆતમાં જ રાશિ પરિવર્તન કરીને કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જાન્યુઆરી, 2026માં શુક્ર મકર રાશિમાં ગોચર કરશે, અહીંયા તમારી જાણકારી માટે કે શનિ એ મકરના સ્વામી છે અને શનિ તેમ જ શુક્ર વચ્ચે મૈત્રી ભાવ જોવા મળે છે. આને કારણે શુક્રના આ ગોચરની તમામ રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે, પણ કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને વૈવાહિક જીવનમાં પણ ખુશહાલી આવશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ સકારાત્મક સાબિત થવાનું છે. આ સમયે આ રાશિના જાતકોનું વાહન, ઘર વગેરે ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. આ સમયે તમારી સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. પ્રેમ સંબંધોમાં ખુશીઓનું આગમન થશે. નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે પ્રમોશન, પગાર વધારો વગેરે મળી શકે છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી શકે છે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે પણ શુક્રનું આ રાશિ પરિવર્તન લાભદાયી રહેશે. આ સમયે તમારી સુખ-સુવિધામાં વધારો થશે. વ્યક્તિત્વમાં સુધારો આવશે. બિઝનેસમાં પણ લાભ થઈ રહ્યો છે. આકસ્મિક નાણાંલાભ થઈ રહ્યો છે. કૌટુંબિક બાબતોમાં આ સમયે બાબતો તમારી તરફેણમાં રહેશે. નવા નવા લોકો સાથે મુલાકાત થશે, જેને કારણે તમને ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે. સંતાનના કરિયર સંબંધિત કોઈ મહત્ત્વનો નિર્ણય આ સમયે તમે લેશોય
ધનઃ
ધન રાશિના જાતકો માટે શુક્રનું મકર રાશિમાં થઈ રહેલું ગોચર શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. આ સમયે તમને નાણાંકીય લાભ થઈ શકે છે. વાહન અને ઘર વગેરે ખરીદવાની તમારી ઈચ્છા પણ આ સમયે પૂરી થઈ રહી છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આ સમયે અપરંપાર લાભ થઈ રહ્યો છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આવકમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.