Mon Dec 08 2025

Logo

White Logo

રશિયામાં હેલિકોપ્ટર ક્રેશ: : દાગેસ્તાનમાં પાંચનાં મોત, ભયાનક વીડિયો વાયરલ

dagestan   4 weeks ago
Author: Vimal Prajapati
Video

મોસ્કો (રશિયા): રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે ત્યારે બંને દેશમાં છાશવારે બોમ્બથી લઈને ડ્રોન એટેકના અહેવાલ વચ્ચે આજે એક હેલિકોપ્ટર ક્રેશનો સમાચાર મળ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિગતે વાત કરીએ તો રશિયાના દાગેસ્તાનમાં એક હેલિકોપ્ટર અચાનક ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટર મુસાફરોને લઈને જતું હતું. અચાનક હેલિકોપ્ટર ક્રેશ થયું તેના કારણે પાંચ લોકોના મોત થયા હતા. આ સાથે સાથે અકસ્માતમાં બે લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

રશિયાના દાગેસ્તાન ક્ષેત્રમાં આ અકસ્માત સર્જાયો

વાયરલ વીડિયો પ્રમાણે જમીન પર અથડાયા બાદ હેલિકોપ્ટરની પાછળનો ભાગ તૂટી ગયો હતો. ઘટનાની વાત કરવામાં આવે તો, રશિયાના દાગેસ્તાન ક્ષેત્રમાં આ અકસ્માત સર્જાયો હતો. દાગેસ્તાન વિસ્તાર રશિયાના કેસ્પિયન સમુદ્રના કિનારે આવેલો પ્રદેશ છે. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અનેક લોકો કમેન્ટ કરવામાં આવી હતી. અકસ્માતની આ ઘટના અંગે રશિયાના આપતાકાલીન મંત્રાલય દ્વારા વિગતો આપવામાં આવી હતી. 

અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

હેલિકોપ્ટર દરિયા કિનારે આવેલા એક ઘર પર તૂટી પડતાં થોડા સમય માટે સમુદ્ર ઉપર ફરતું રહ્યું હતું. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, તપાસ એજન્સીઓ એવું જણાવે છે કે, કોઈ ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોઈ શકે છે. જો કે, સત્તાવાર તેની કોઈ વિગતો આપવામાં આવી નથી. અકસ્માતની ઘટના અંગે હજી તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામા આવી રહી છે. 

હેલિકોપ્ટર દાગેસ્તાનમાં એક ઘર પર ક્રેશ થયું હતું

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ એક ખાનગી હેલિકોપ્ટર હતું. જે દાગેસ્તાનમાં એક ઘર પર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ આસપાસના વિસ્તારમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે એક ઘર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હતું. અકસ્માતની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અત્યારે સુધીમાં પાંચ લોકોના મોત થયાં છે.