નવી દિલ્હીઃ રશિયના રાષ્ટ્રપતિ બે દિવસીય ભારતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન પીએમ મોદી પ્રોટોકોલ તોડીને તેમને મળવા માટે પહોંચ્યાં હતાં. પીએમ મોદીએ એરપોર્ટ પર પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ અહીંથી બંને વિશ્વનેતાઓ એક ગાડીમાં પીએમ નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. બંને નેતાઓ એક જ કારમાં બેઠા હોવાથી અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. કારણે કે, પુતિન મોદી સિવાય કોઈની પણ સાથે આ પહેલા આમ એક કારમાં બેસતા જોવા નથી મળ્યાં.
PM Modi welcomes Putin, shares glimpses of car ride to PM's Lok Kalyan Marg residence
— ANI Digital (@ani_digital) December 4, 2025
Read @ANI Story | https://t.co/WvLM0sNDr1#Russia #Putin #PMModi #India pic.twitter.com/KlK97o62bs
પુતિન પોતાની કાર છોડીને પીએમ મોદીની કારમાં બેઠા
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષા ખૂબ જ કડક છે. છતાં, પુતિન પોતાની કાર છોડીને પીએમ મોદીની કારમાં બેઠા હતા. જેથી એવું પણ સાબિત થાય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદી પર કેટલો વિશ્વાસ કરે છે. રશિયન રાષ્ટ્રપતિ પર અનેક દેશોની નજર છે. તેમ છતાં પણ પુતિન પોતાની કાર અને સુરક્ષા છોડીને પીએમ મોદીની કારમાં ગયા તે ભારત અને મોદી પરનો તેમનો વિશ્વાસ છે તેવું કહી શકાય છે.
એરપોર્ટ પરથી પીએમ મોદી અને પુતિન એક જ કારમાં બેસીને પીએમ હાઉસ આવ્યાં હતા. અહીં પીએમ મોદીએ પુતિનને રાત્રિ ભોજન માટે પણ આમંત્રણ આપ્યું હતું. એટલું જ નહીં પરંતુ પીએમ મોદીએ પુતિનને મળ્યાં બાદ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને પુતિનના વખાણ પણ કર્યાં છે.
આ પહેલા પણ પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક જ કારમાં બેઠા હતાં. આ જ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીનના શિયાનમાં યોજાયેલી SCO સમિટમાં પણ બંને નેતાઓએ એક કાર શેર કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. પુતિન અને પીએમ મોદી એકબીજા પર ખૂબ જ વિશ્વાસ કરતા હોવાનું પણ અનેક નિષ્ણાતો જણાવી ચૂક્યાં છે.
મળતી વિગતો પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનએ જણાવ્યું હતું કે, પુતિનની કારમાં મોદી બેઠા તેની પૂર્વ કોઈ વિગતો આપવામાં આવી ન હતી. રશિયન પક્ષને આ અંગે કોઈ પૂર્વ જાણકારી નહોતી, અને તે મોદીનો વ્યક્તિગત નિર્ણય હતો. પુતિનનું સ્વાગત કર્યા પછી, વડા પ્રધાન મોદી તેમની સફેદ ટોયોટા ફોર્ચ્યુનરમાં પીએમ હાઉસ ગયાં હતાં. આ દરમિયાન પણ બંને નેતાઓએ તેમની વાતચીત ચાલુ રાખી હતી.