સુરતઃ શહેરમાં ફાર્મહાઉસ-રીસોર્ટમાં ચાલતું હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ પકડાયું હતું. રેઇડ દરમિયાન 8 થાઈ યુવતી મળી આવી હતી. મહેસાણા, વિસાવદર, બાબરાના કસ્ટમર ઝડપાયા હતા. સુરત ગ્રામિણ પોલીસે ઓલપાડના જોથન ગામ સ્થિત અક્ષય રિસોર્ટમાં દરોડો પાડીને આ ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસને રીસોર્ટના ટોપ ફ્લોર પર રૂમ ભાડે આપીને વિદેશી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવાય છે તેવી બાતમી મળી હતી. કસ્ટમર દીઠ રૂપિયા 2000 થી 8000 વસૂલવામાં આવતા હતા. વિદેશી યુવતીઓને અલગ અલગ વીઝા હેઠળ ભારતમાં આવવામાં આવતી હતી અને બાદમાં સુરત શહેરથી ઓલપોડાના આ રિસોર્ટમાં લાવવામાં આવતી હતી. મોટી રકમ વસૂલ કર્યા બાદ યુવતીઓને ખૂબ ઓછી રકમ આપવામાં આવતી હતી.
કાર્યવાહી પહેલા પોલીસે વેરિફિકેશન માટે ડમી કસ્ટમર મોકલ્યો હતો. જે બાદ એલસીબી, એસઓજી ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો આ દરમિયાન રીસોર્ટમાં વિદેશી યુવતીઓ સાથે અનેક પુરુષો પણ મળી આવ્યા હતા.
ધરપકડ કરાયેલા લોકોમાં રીસોર્ટ માલિક અક્ષય ભંડારી, મેનેજર રવિસિંહ રાજપૂત અને અક્ષય ઉર્ફે ગોલ્ડી સામેલ છે. પોલીસ મુજબ, રીસોર્ટ માલિક સમગ્ર નેટવર્કમાં સીધી રીતે સંકળાયેલો હતો. તે કોઈપણ માન્ય પુરાવા વગર રૂમની સુવિધા આપતો હતો. આ કાર્યવાહીને સુરત ગ્રામીણ પોલીસની મોટી સફળતા માનવામાં આવે છે.