Mon Dec 22 2025

Logo

White Logo

રાજ્ય સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર: : હવે 24 ડિસેમ્બરે યોજાશે જનફરિયાદ નિવારણ

3 hours ago
Author: Vimal Prajapati
Video

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ તારીખ 24મી ડિસેમ્બરને બુધવારે યોજાશે. તારીખ 25 ડિસેમ્બરને ગુરુવારે નાતાલની જાહેર રજા હોવાથી ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ એક દિવસ પહેલા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

2003થી ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ થયો હતો

સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જન-ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત 24 ડિસેમ્બરે યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, રાજ્ય સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને સરકાર વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ બની ગયો છે.

રજૂઆત માટે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા વચ્ચે આવવાનું રહેશે

આ મહિનાની વાત કરવામાં આવે તો, મહિલાના મહિનાના ચોથા ગુરૂવારે નાતાલની જાહેર રજા જાહેર કરવામં આવેલી છે. જેને અનુલક્ષીને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગતની તારીખમાં ફેરફાર કરવામં આવ્યો છે. 

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો તારીખ 24મી ડિસેમ્બરેના રોજ સવારે 8-00થી 11-00 દરમિયાન મુખ્ય પ્રધાનના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્ય પ્રધાન બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે અને તેના નિરાકરણ માટે જરૂરી કામગીરી કરવાના આદેશ કરશે.