Mon Dec 08 2025

Logo

White Logo

bollywood

સુષ્મિતા સેનની હાર્ટ અટેકની સર્જરી : હાર્ટ એટેક બાદ સુષ્મિતા સેને ભાનમાં રહીને કરાવી એન્જિયોપ્લાસ્ટી: શું હતું કારણ?

2 weeks ago
Author: tejas rajpara
Video

Sushmita Sen


મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેને પોતાની હાર્ટ-સર્જરી અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પૂર્વ મિસ યુનિવર્સે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે પોતે પૂરા ભાનમાં રહીને હાર્ટ સર્જરી કરાવી હતી. ફેબ્રુઆરી 2023માં જયપુરમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો ત્યારે તે જાણીતી વેબ સિરીઝ 'આર્યા'ની ત્રીજા ભાગનું શૂટિંગ કરાવી રહી હતી. હાર્ટ એટેકને કારણે તેને તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. ચોંકાવનારી વાત એ હતી કે 95 ટકા બ્લોકેજને કારણે એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી એ પણ ભાનમાં રહીને. 

આશ્ચર્યની વાત એ છે કે હાર્ટ એટેકનું ઓપરેશન પૂરા ભાનમાં રહીને કરાવ્યું હતું. એટલું જ નહીં, સુષ્મિતાએ એનેસ્થેસિયા લેવાનો પણ ઈન્કાર કર્યો હતો. ઓપરેશન બાદ પણ માત્ર 15 દિવસમાં જ પોતાના શૂટિંગ પર પરત ફરી હતી. જોકે આમ કરવા પાછળનું કારણ અંગે તો કોઈ સ્પષ્ટતા કરી નહોતી, પરંતુ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો છે.

એક પોડકાસ્ટમાં સુષ્મિતાએ પોતાના અનુભવ અંગે દિલ ખોલીને વાત કરી હતી. જ્યારે તમને હાર્ટ એટેક આવે છે ત્યારે તમે થોડું ઘણું તો ભાન હોય છે, જ્યારે તમે જિંદગીના બીજા ફેઝ પર પહોંચવાની નજીકમાં છો. એક વાર પેલી પાર પહોંચી જાઉ ત્યારે તમને ખબર પડે છે કે કેટલા પાછળ છો અને એનું અંતર પણ સમજાય છે. જો તમને એનો ફરક પણ સમજાય છે. 

આ મુદ્દે સુષ્મિતાએ વધુમાં કહ્યું હતું કે આજે હું એવી વ્યક્તિ બની ગઈ છું કે આજે મારી પાસે કરવા માટે ઘણું બધુ છે, પોતાની પ્રોફેશનલ લાઈફ ચલાવવા, એક બ્રાન્ડ તરીકે સુષ્મિતા સેન હોવાથી બે દીકરીની સિંગલ મધર હોવાની સાથે તેની સેફ્ટી અને તેના ડેવલપમેન્ટમાં તેની ભૂમિકા નજર રાખવાની સાથે જિંદગીમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. આ બધી ઉથલપાથલ વચ્ચે મારા સંબંધો પણ અકબંધ રહ્યા છે અને અ બધી વાત પર ધ્યાન રાખશો તો હું બસ આગળ વધવા ઈચ્છું છું.

હાર્ટ એટેકની સર્જરી વખતે તેણે કહ્યું સંપૂર્ણ હું જાગતી રહેવાની સાથે ભાનમાં રહેવાનો નિર્ણય લીધો હતો. ડોક્ટર પણ કહેશે કે હું ભાનમાં રહેવા ઈચ્છતી હતી. મારી અંદરની શક્તિ મને કંટ્રોલ ફ્રીકને બેભાન રહેવાનું પસંદ નહોતું, તેથી હું હાર્ટ એટેકમાંથી બચી ગઈ. મારી પાસે ફક્ત બે વિકલ્પ હતા કાં તો સહન કરો અને સભાન રહો અથવા સૂઈ જાઓ અને ક્યારેય જાગશો નહીં. પણ એ વખતે સંપૂર્ણપણે ભાનમાં રહી, જે થઈ રહ્યું હતું એ જોવા માગતી હતી. ડોક્ટર સાથે વાત કરતો તેમ જ કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાનું કહેતી નહોતી, કારણ મારે ફરી કામ પર પાછા ફરવું હતું. મારી આખી ટીમ જયપુરમાં રાહ જોઈ રહી હતી. જીવનના મહત્ત્વના તબક્કા અંગે સુષ્મિતાએ બિંદાસ્ત વાત કરીને સૌને ચોંકાવ્યા છે.

આ મુદ્દે સુષ્મિતાએ વધુમાં કહ્યું હતું કે કે મને લાગે છે કે બધું જ ક્ષણિક છે, હાર્ટ એટેક પણ. જો હું બચી ન હોત તો કહેવા માટે કોઈ વાર્તા ન હોત, પરંતુ જો આપણે બચી ગયા છીએ, તો તે સમયે શું થયું તે વિશે વિચારવાનો કોઈ અર્થ નથી. તેણે આગળ કહ્યું, "જ્યારે તમે કોઈ શોમાં મુખ્ય ભૂમિકા ભજવો છો, ત્યારે તે સરળ કાર્ય નથી. તે 500 લોકોની ક્રૂના કામ જવાબદાર હતી. 

તેઓ મારી સંભાળ રાખે છે અને સમજે છે, પરંતુ તે જ સમયે, મને ચિંતા હતી કે તેમનો દૈનિક પગાર બંધ થઈ ગયો છે, અને એ લોકો મારા વિના શૂટિંગ કરી શકતા નથી. એટલે માટે હું મારા ઓપરેશનના 15 દિવસ બાદ તરત શૂટિંગ પર પરત ફરી હતી.