મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 85,025.61 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ 25,951.50 પોઈન્ટ પર ખુલ્યો. યુએસ ડોલર સામે રૂપિયો ઓલ-ટાઇમ લો લેવલ પર પહોંચ્યો છે.
સવારે 10.12 વાગ્યે નિફ્ટી 132.4 પોઈન્ટ્સ (0.51%)ના ઘટાડા સાથે 25894.90 અને સેન્સેક્સ 448.48 પોઈન્ટ્સ (0.53%)ના ઘટાડા સાથે 84764.88 પર ટ્રેડ કરી રહ્યા હતાં.
શેરોમાં વધારો-ઘટાડો:
આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 21 શેરના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં, એટર્નલના શેરમાં ૩ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. ટાટા કન્ઝ્યુમર, ભારતી એરટેલ, એપોલો હોસ્પિટલ્સ, ટાઇટન કંપની અને એશિયન પેઇન્ટ્સના શેરોમાં વધરો નોંધાયો. એક્સિસ બેંક, ટાટા સ્ટીલ, જિયો ફાઇનાન્શિયલ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેક્નોલોજીસના શેરોમાં પણ ઘટાડો નોંધાયો છે.
BSE મિડકેપ અને સ્મોલકેપ શેરો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે, શરૂઆતના કારોબારમાં બંનેમાં લગભગ 0.4%નો ઘટડો નોંધાયો. FMCG અને ટેલિકોમ સેક્ટર સિવાયના તમામ સેક્ટર શેરો રેડ સિગ્નલ ટ્રેડ થઈ રહ્યા છે.
મંગળવારે સવારે ડોલર સામે ભારતીય રૂપિયો 8 પૈસા ઘટીને 90.818 ના નવી રેકોર્ડ લો સપાટીએ પહોંચી ગયો હતો.
વૈશ્વિક વલણોની અસર:
વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી રોકાણકારો દ્વારા થઇ રહેલી સતત વેચવાલીને કારણે ભારતીય શેર બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે સોમવારે સેન્સેક્સ 54 પોઇન્ટના અને નિફ્ટી 20 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા હતાં.