Mon Dec 22 2025

Logo

White Logo

UAEમાં કુદરતનો પ્રકોપ: રણપ્રદેશમાં ભારે વરસાદ અને : બરફવરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

saudi arabia   1 day ago
Author: mumbai samachar teem
Video

અબુ ધાબી: સામાન્ય રીતે રણવિસ્તારમાં નહીંવત વરસાદ પડતો હોય છે, તેમાંય વળી ડિસેમ્બર મહિનામાં સંયુક્ત અરબ અમીરાત (UAE) જેવા રણવિસ્તાર ધરાવતા દેશમાં ક્યારેય ન બની હોય એવી ઘટના બની છે. યુએઈમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો છે, જેને કારણે દેશના અનેક શહેરો જળબંબાકાર બન્યા છે. ના જોવા મળી હોય એવી આફતને કારણે હજારો નાગરિકોના જનજીવન પર અસર થઈ છે.

UAEમાં પાણીના ઝરણાં વહેતા થયા

આંતરારાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, ગત દિવસોમાં અલ એન શહેર ખાતે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેનાથી પહાડી વિસ્તારોમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. પહાડો વાદળોથી ઘેરાયા હતા. આ સાથે ફુઝૈરાહના ઉત્તરમાં આવેલ તાવિયિન, રસ અલ ખૈમાહના ખીણ બિહ અને પૂર્વ વિસ્તારમાં સ્થિત ખીણ શુકામાં પાણીનું વહેણ જોવા મળ્યું હતું. જેની સુંદર ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મૂશળધાર વરસાદથી તારાજી

UAEમાં એક તરફ વરસાદને કારણે વાતાવરણ હળવું થયું છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે તારાજી ભર્યા દૃશ્યો જોવા મળ્યા છે. UAEમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દુબઈ તથા અબુ ધાબી જેવા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેનાથી જનજીવન ખોરવાયું છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેથી રસ્તા પર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. લોકોને ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે. પ્રશાસન દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે તથા અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી છે. દેશમાં એક સાથે ત્રણ-ત્રણ આફત અંગે સોશિયલ મીડિયા પર લોકોએ વીડિયો પણ મૂકીને નાગરિકોને એલર્ટ કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, UAEમાં વરસાદની સાથોસાથ હિમવર્ષા પણ જોવા મળી છે. એવો કેટલોક વિસ્તાર છે, જે બરફથી ઢંકાઈ ગયો છે. જેથી કેટલાક લોકો બરફમાં રમતાં પણ નજરે પડ્યા છે.