હૈદરાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના સ્મારકના નિર્માણની શરૂઆત મામલે સમગ્ર દેશનું રાજકારણ ગરમાયેલું છે. એવામાં તેલંગાણાના હૈદરાબાદમાં બાબરી મસ્જિદના સ્મારકના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે આ વિવાદ વધુ ભડકી શકે છે.
નોંધનીય છે કે 6 ડિસેમ્બર 1992ના રોજ હિન્દુત્વવાદી સંગઠનોના કાર્યકર્તાઓએ અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદ તોડી પડી હતી, ત્યાર બાદ દેશભરના અલગ અલગ શહેરોમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં 2000-3000 લોકોના મોત નીપજ્યા હતાં, મૃતકોમાં મોટાભાગાના લોકો મુસ્લિમ સમુદાયમાંથી હતાં.
ગ્રેટર હૈદરાબાદ બનશે સ્મારક:
બાબરી મસ્જિદ ધ્વંશની ઘટના 33મી વર્ષગાંઠ પર ગઈ કાલે તહરીક મુસ્લિમ શબ્બાન સંગઠને એક સભા બોલાવી હતી. આ દમિયાન સંગઠનના મુશ્તાક મલિકે જણાવ્યું હતું કે, ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદના સ્મારકનું નિર્માણ કરવામાં આવશે આ સાથે કેટલીક કલ્યાણકારી સંસ્થાઓ પણ બનવવામાં આવશે. મસ્જીદ કેવી બનશે અને કેટલા સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશે એ અંગે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
મુદ્દાનો રાજકીય ઉપયોગ:
મુશ્તાક મલિકે જણાવ્યું કે બાબરના નામ અંગે કોઈએ હોબાળો મચાવવાનો જરૂર નથી, આ મુદ્દો સમુદાયોને વિભાજીત કરવાનો રાજકીય પ્રોપગંડા છે. હિન્દુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ અને દલિતો વચ્ચે જે ભાઈચારો હતો તે બાબરી મસ્જિદ ધ્વંશથી તૂટી ગયો છે, અને નફરતના બીજ વાવી દેવામાં આવ્યા છે.
તુલસીદાસે મુદ્દો કેમ ન ઉઠાવ્યો?
મુશ્તાક મલિકે દાવો કરતા કહ્યું કે, "તુલસીદાસની રામાયણની રચના બાબરી મસ્જિદના નિર્માણના 60 વર્ષ પછી થઇ હતી. તુલસીદાસની રામાયણમાં રામ મંદિર તોડી પાડવામાં અંગે કોઈ ઉલ્લેખ નથી."
મુશ્તાક મલિકે કહ્યું,"બાબર હુમાયુ આવ્યો, ત્યાર બાદ અકબર આવ્યો. અકબરના મહેલમાં ધાર્મિક વિધિઓ, પ્રાર્થનાઓ અને હવન થતા હતા, એ સમયે તુલસીદાસ પણ જીવિત હતા. અકબરના સમયમાં, તુલસીદાસ અકબર સાથે વાત કરી શક્યા હોત. તે સમયે માનસિંહ સેનાના વડા હતા. તેઓ તેમને પૂછી શક્યા હોત. તુલસીદાસની રામાયણમાં આ વાતનો કોઈ ઉલ્લેખ નથી."