વૈભવને સાઉથ આફ્રિકા સામેની ટીમની કમાન સોંપાઈ
મુંબઈઃ આગામી 15મી જાન્યુઆરીથી ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાનારા મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (Under-19 World Cup) માટેની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં ત્રણ ગુજરાતી ખેલાડી (વેદાંત ત્રિવેદી, ખિલન પટેલ, હેનિલ પટેલ)નો સમાવેશ છે.
મુંબઈના આયુષ મ્હાત્રે (Mhatre)ને આ ટીમની કમાન સોંપાઈ છે. જોકે આ વિશ્વ કપ પહેલાં 3-7 જાન્યુઆરી દરમ્યાન સાઉથ આફ્રિકામાં રમાનારી વન-ડે શ્રેણી માટેની ટીમનું સુકાન 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને સોંપાયું છે.
મ્હાત્રે તથા વિહાન મલ્હોત્રા સાઉથ આફ્રિકાની સિરીઝમાં નહીં રમે એટલે તેમના સ્થાને યુવરાજ ગોહિલ અને રાહુલ કુમારને રમાડવામાં આવશે.
અન્ડર-19 વર્લ્ડ કપ માટેની ટીમઃ
આયુષ મ્હાત્રે (કૅપ્ટન), વિહાન મલ્હોત્રા (વાઇસ કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, આરૉન જ્યોર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુન્ડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર. એસ. અંબરિશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, મોહમ્મદ એન્નાન, હેનિલ પટેલ, દેવેન્દ્રન દીપેશ, કિશન સિંહ અને ઉધવ મોહન.