Mon Dec 22 2025

Logo

White Logo

વડોદરામાં વૃદ્ધ સાથે 1.11 કરોડનો સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી : -

1 day ago
Author: c
Video

વડોદરા : ગુજરાતમાં સતત સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે. જેમાં પણ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને ફ્રોડ કરતા લોકો પર સરકારે કડક એક્શન લેવાનું શરુ કર્યું  છે. ત્યારે વડોદરાના 80 વર્ષના વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. જેમાં ફ્રોડ કરનારાઓએ વૃદ્ધને  840 ટકા નફા લાલચ આપીને 1.11 કરોડ  પડાવી લીધા છે. આ અંગે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 

કાવતરૂ રચી એક લિન્ક મોકલી હતી

આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોત્રીના વૃદ્ધને સાયબર ગુનેગારોએ પૂર્વાયોજીત કાવતરૂ રચી એક લિન્ક મોકલી હતી. જેમા  વૃદ્ધને H+HNW,SCHNW+ અને Conifer IN લખાણ ધરાવતી ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું.  તેમજ એપમાં રજિસ્ટ્રેશન કરાવીને  વૃદ્ધને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યાં હતાં.

માત્ર 9 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા 

તેમજ આ વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે સેબી દ્વારા મંજુરીના ખોટા દસ્તાવેજ અને સર્ટીફિકેટ મોકલ્યા હતા. તેમજ સાયબર ફ્રોડ કરનારાઓ તેમની ખોટી ઓળખ આપી હતી. તેમજ વૃદ્ધને રોકાણ પર 850 ટકા નફો આપવાનો વાયદો કર્યો હતો. જેની બાદ વૃદ્ધ પાસે અલગ અલગ ખાતામાં 1.20 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાંથી તેમણે માત્ર 9 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. આ અંગે ત્રણ દિવસ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

ઉલ્લેખનીય  છે કે, ગુજરાત પોલીસે સાયબર ગઠિયાઓ પાસેથી રૂ. 33 કરોડ પાછા મેળવ્યા છે. આ મહિનામાં પાંચ દિવસો એવા ગયા જેમાં 3000થી વધુ લોકોએ હેલ્પલાઇન 1930 પર કૉલ કરતાં તેમને સાયબર ગઠિયાઓથી બચાવી લેવાયા છે.