Thu Jan 01 2026

Logo

White Logo

ફેશન : લગ્ન સીઝન માટે રેડી છો?

2 hours ago
Author: Mumbaisamachar Team
Video

ખુશ્બુ મુલાણી ઠક્કર

નમસ્કાર સખી સહેલીઓ સ્વાગત છે તમારું ફેશન વર્લ્ડમાં જ્યાં તમને મળશે નવા ટ્રેન્ડની માહિતી, કયાં કપડાં ક્યારે પહેરવા જોઈએ અને કેવી રીતે લગ્ન ગાળો ચાલે જ છે અને તમને બધાને સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એટલે કે શું પહેરશું? મોટાભાગની મહિલાઓને કપડાં રિપીટ કરવા ગમતા નથી. તે ઉપરાંત કૈક નવું પણ પહેરવું હોય છે અને તેની સાથે, મગજમાં એ પણ વિચાર ચાલતો હોય છે કે, એવું કૈક બનાવીયે કે જે પછી ક્યારેક પણ મિક્સ એન્ડ મેચ કરી પહેરી શકાય.

આની માટે બેસ્ટ ઓપશન છે હેવી ફેબ્રિકનો ઘાઘરો અને પ્લેન ટોપ. હેવી ફેબ્રિક એટલે, જામેવાર કે બનારસી ફેબ્રિકનો ઘાઘરો અને તેની સાથે પ્લેન ફેબ્રિક એટલે કે, સિલ્ક ફેબ્રિકનો પ્લેન કુર્તો. આ કોમ્બિનેશન સાથે દુપટ્ટો ફેરવો કે નહીં એ તમારી પર્સનલ ચોઈસ પર આધાર રાખે છે. કરીનાએ રોયલ બ્લ્યૂ અને ગ્રે કોમ્બિનેશનમાં બનારસી ઘાઘરો પહેર્યો છે અને તેની સાથે પ્લેન બ્લુ કલરમાં સિલ્કનું પ્લેન ટોપ પહેર્યું છે.

બનારસી ફેબ્રિકમાં ઘાઘરો હોવાથી તેમાં કઈ પણ વર્ક કરવાની જરૂર નથી હોતી. બનારસી ફેબ્રિક પોતામાં જ એટલું રીચ છે કે તેમાં બીજું કઈ વર્ક કરવાની જરૂર હોતી નથી અને પહેરવા પછી હેવી લાગે છે.

આ ઘાઘરા સાથ તેને રોયલ બ્લુ કલરનો પ્લેન કુર્તો પહેર્યો છે કે જેની લેન્થ કાફ સુધી છે. કરીના જે ઘાઘરો પહેર્યો છે તેનો બેઝ રોયલ બ્લુ કલરનો છે અને તેની પર ડલ ગોલ્ડનું વીવિંગ કરેલુ છે. પ્લેન બ્લુ કુર્તામાં કલોઝ નેક રાખ્યું છે અને એલ્બો સ્લીવ્ઝ રાખી છે. આ લુક સાથે તેણે રોયલ બ્લુ કલરનો જ ફ્લોઈ દુપટ્ટો પહેર્યો છે. જેમાં સ્કોલોંપ્સ શેપમાં ડલ ગોલ્ડ કલરનું વર્ક કરવામાં આવ્યું છે. દુપટ્ટાંના હિસાબે ઓવર ઓલ લુક ગ્રેસફુલ લાગે છે.

હેરસ્ટાઇલમાં તેણે સેન્ટર પાર્ટીશન લઇ લો બન રાખ્યો છે. અને કાનમાં મોટા ઇઅર રિંગ પહેરી તેના લુકને હાઈલાઈટ કર્યો છે. આ રીતે સિમ્પલ રહીને પણ ટ્રેન્ડી લાગી શકાય.; બીજો લુક છે ,આ એકદમ સેફ કોમ્બિનેશન છે કોઈ પણ ઉંમરની યુવતી કે મહિલાને સારું જ લાગે. મરૂન જામેવાર ઘાઘરા સાથે પ્લેન મરૂન કુર્તા. મારું બેઝ પર ગોલ્ડ કલરનું વીવિંગ છે. મરૂન સાથે ગોલ્ડ એ એક ટ્રેડિશનલ લુક આપે. આ એક ક્લાસિક કોમ્બિનેશન છે જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતું નથી. જયારે કઈ સૂઝે નહિ કે કયું કોન્બિનેશન પહેરવું છે ત્યાંરે તમે મરૂન અને ગોલ્ડ કોમ્બિનેશનનું સિલેક્શન કરી શકો.

આ ફોટામાં મરૂન કલરનો જામેવારનો ઘાઘરો છે અને તેની સાથે પ્લેન મારું કુર્તો પહેર્યો છે. કુર્તાની નેકલાઈન યુ શેપની છે. જયારે ઓપન નેકલાઇન હોય ત્યારે તમે કોઈ નેક પીસ પહેરી શકો. નેક પીસની પસંદ તમારા બોડી ટાઈપ અનુસાર કરવી. આ લુક સાથે મરૂન કલરનો જ ફલોઈ દુપટ્ટો છે જેમાં ચારેય કોર્નરમાં ગોલ્ડ કલરની સ્કોલોપ્સ લેસ નાખવામાં આવી છે.

કુર્તાની લેન્થ એ રીતે રાખવામાં આવી છે કે, ઘાઘરાની ડિઝાઇન દેખાય. જેટલી સિમ્પલ પેટર્ન હશે તેટલું જ એલિગન્ટ લાગશે. અને હેરસ્ટાઇલમાં જો વાળ બાંધેલા હશે તો તમારો મેકઅપ અને જ્વેલરી હાઈલાઈટ થશે. આ લુક કોઈ પણ વયની મહિલા પહેરી શકે.

જેટલું બ્રાઇટ કલર કોન્બિનેશન હશે તેટલી તમારી બોડી ફ્રેમ ટ્રિમ થશે. કુર્તાની લેન્થ તમારી હાઈટ અને બોડી ટાઈપ પ્રમાણે રાખી શકાય. જો આ બન્ને કોમ્બિનેશનનું કમ્પેરિઝન કરીયે તો , રોયલ બ્લુ કોમ્બિનેશન એ યન્ગ યુવતી માટે છે જયારે મરૂન કલર કોમ્બિનેશન થોડો મેચ્યોર લુક આપે છે.

બીજી ખાસ વાત ધ્યાન રાખવા જેવી એ છે કે, જયારે પણ બનારસી કે જામેવારનો પહેરવો હોય અને તમે તમારી ચોઈસ મુજબ કસ્ટમાઈઝડ કરવાના હોવ ત્યારે ખાસ એ ધ્યાન રાખવું કે, જામેવાર અને બનારસી ફેબ્રિક થોડું થીક હોય છે. તેથી ઘાઘરો કળી વાળો કરાવવો અને તમારી કમરના સાઈઝ મુજબ જ કરાવવો. ચુનવાળો ઘાઘરો કરાવવો નહિ, તેનાથી કમરનો ભાગ વધારે લાગશે. તેથી જો તમારું શરીર ભરેલું હશે તો વધારે જાડા લાગશો.

હેવી ફેબ્રિકના ઘાઘરા બનાવતી વખતે બીજી વાત એ ધ્યાનમાં રાખવી કે ઘાઘરામાં ફ્યુસિન્ગ નાખવું અને ઘાઘરામાં નીચે 10 થી 15 ઇંચમાં કેન કેન નાખવું. જેથી જયારે તમે ઘાઘરો પહેરો ત્યારે થોડો શરીરથી અળગો રહે. અને તેનો ઓવરઓલ લુક સારો આવે છે. જામેવાર અને બનારસી ફેબ્રિકનું ટેક્ચર એટલું રીચ છે કે તેમાં કોઈ કામ કરાવવવાની જરૂર પડતી નથી અને સિમ્પલ ઘાઘરો પહેરવાથી પણ રીચ લુક આવે.