Logo

White Logo

મનોરંજન

અમિતાભ બચ્ચને દિવાળીના દિવસે શું કર્યું, : જુઓ એમનો અંદાજ?

1 week ago
Author: Kshitij Nayak
Video


દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ આ ખુશીના અવસર પર તેમના ચાહકોને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. "સદીના મહાનાયક" અમિતાભ બચ્ચને પણ દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે તેમના ઘર 'જલસા'ની બહાર ચાહકોને મળતા એક ટ્વીટ કર્યું.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, જ્યાં તેઓ તેમના મજાકિયા અંદાજથી તેમના ચાહકોને પ્રભાવિત કરે છે. દિવાળી જેવા શુભ પ્રસંગોએ, ચાહકો બિગ બીના ટ્વીટની આતુરતાથી રાહ જુએ છે.

રવિવારે દેશભરમાં છોટી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે બિગ બી પોતાના ચાહકોને મળ્યા અને તેમના દિવસને વધુ ખાસ બનાવ્યો હતો. તેમણે આનો એક ફોટો પણ શેર કર્યો, જેમાં તેમના ઘરની બહાર સેંકડો ચાહકો જોવા મળે છે. બિગ બીએ માથા પર કેપ અને જેકેટ પહેરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી. અમિતાભ બચ્ચને દિવાળી પર પોતાના ચાહકો માટે ટ્વીટ કર્યું અને લખ્યું, 'દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.'

આ વખતે કૌન બનેગા કરોડપતિમાં દિવાળી ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવશે. શોમાં અમિતાભ બચ્ચનનું મનોરંજન કરવા માટે બે કોમેડી લેજન્ડ સુનીલ ગ્રોવર અને કૃષ્ણા અભિષેક આવશે. સુનિલ અમિતાભ બચ્ચન બનીને બધાને હસાવશે, જ્યારે કૃષ્ણ ધર્મેન્દ્ર બનીને બધાનું મનોરંજન કરશે.  

શોના કેટલાક પ્રોમો સામે આવ્યા છે, જેમાં સુનિલ હોટ સીટ પર બેસીને અમિતાભ બચ્ચન સાથે ગેમ રમી રહ્યો છે. અભિનેતા તેને જોઈને દંગ રહી જાય છે. તે એમ પણ કહે છે કે તેની સામે બેઠેલા સુનીલને જોઈને તેને એવું લાગે છે કે તે પોતાની જાત સાથે વાત કરી રહ્યા છે.  સુનિલ પોતાની ટ્રેડમાર્ક શૈલીમાં બિગ બીની નકલ  કરે છે, જેનાથી બધા હસી હસીને બેવળ વળી જાય છે. ચાહકો હવે દિવાળી સ્પેશિયલ એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.