Tue Jan 06 2026

Logo

White Logo

ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સીલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ : બેઠકનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

3 weeks ago
Author: vimal prajapati
Video

સુરતઃ સુરતમાં યોજાઇ રહેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારીની બેઠકના પ્રારંભ અવસરના અધ્યક્ષ સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હતાં. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધન પણ કર્યું હતું. શહેરી વિકાસ અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને દેશભરના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ આ કાર્યકારીણી બેઠકમાં સહભાગી થયા હતા. 

ખાસ કરીને વાત કરવામાં આવે તો, વેલ પ્લાન્ડ સિટી ડેવલોપમેન્ટ માટેના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને આના પરિણામે વેગ મળ્યો અને 2005ના શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાને પગલે રાજ્ય સરકારે પણ 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે.  2025ના આ શહેરી વિકાસ વર્ષમાં શહેરોની સ્વચ્છતા અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટમાં ગતિ આવી છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ યોજનાના કર્યાં વખાણ

ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ આયોજનો અને લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના ગુજરાતના ઈનિસ્યેટિવ્ઝની પ્રભાવક પ્રસ્તુતિ આ મેયર્સ પરિષદમાં કરી હતી. આ સંદર્ભમાં કહ્યું કે, સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનથી શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણીમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનાની પહેલ ગુજરાતે વડાપ્રધાનના દિશાદર્શનમાં કરી છે. આ યોજનામાં ભૌતિક સુવિધાઓ, સામાજિક આંતરમાળખાકીય સવલતો સાથે અર્બન ગ્રીન મોબિલિટી, મુખ્યમંત્રી શહેરી સડક યોજનાને પ્રાથમિકતા આપવાથી ઇઝ ઓફ લિવિંગ વધ્યું છે. 

નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ તમામ મેયરોને પ્રોત્સાહન આપ્યું

આ પ્રસંગે શહેરી વિકાસ અને નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત તમામ મેયરોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે, શહેરીકરણના પડકારને તક સમજીને જળ વ્યવસ્થાપન, સ્વચ્છતા, શિક્ષણ, આવાસ, સુએઝ અને ગ્રીન એનર્જી સહિતના કાર્યો કરવાથી ચોક્કસ રીતે સુસંચાલિત નગર આયોજન કરી શકાય છે. તેમણે સમગ્ર દેશમાં ગ્રીન એનર્જી રાજ્ય તરીકે ઝડપથી આગેકૂચ કરીને વડાપ્રધાને શરુ કરાવેલી સોલાર યોજના હવે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ થઇ હોવાનું ઉમેર્યું હતું.