Tue Jan 06 2026

Logo

White Logo

BMCના ચૂંટણી પ્રચારમાં કૉંગ્રેસ-ભાજપ વચ્ચે થઈ ઝપાઝપી: : ખુરશી, પત્થર, લાકડી વડે થઈ મારામારી

2 days ago
Author: Mumbaisamachar Team
Video

થાણે: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણી 15 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. મુંબઈમાં યોજાનારી આ ચૂંટણી માટે ભાજપ-કૉંગ્રેસ તથા તમામ સ્થાનિક પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. જોકે, આ ચૂંટણી પ્રચાર દરમિયાન તાજેતરમાં ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. જેમાં બે જણા ઘાયલ થયા છે. આવો જાણીએ, સમગ્ર મામલો શું છે.

પોલીસની હાજરીમાં પણ હુમલો ચાલુ રહ્યો

થાણે જિલ્લાના ભિવંડીના વોર્ડ નંબર 20માં ભાજપના નેતા યશવંત તાવરે તથા કૉંગ્રેસના નેતા જિતેન્દ્ર પાલનું કાર્યાલય સામસામે આવેલું છે. 3 જાન્યુઆરીને શનિવારની સાંજે કૉંગ્રેસના ઉમેદવારે ભાજપ કાર્યાલય સામે રેલી કાઢી હતી અને નારા લગાવવાની સાથોસાથ સુત્રોચ્ચાર શરૂ કર્યો હતો. જેને લઈને બંને પક્ષોના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. આ દરમિયાન કૉંગ્રેસના કાર્યકર્તાઓએ પત્થર અને ખુરશીઓ ફેંકી હતી અને લાકડી વડે હુમલો કરતા મામલો હિંસક બન્યો હતો.

આખરે બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. જોકે, સમગ્ર ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની હાજરીમાં પણ બંને પક્ષોના કાર્યકર્તાઓની મારામારી ચાલુ રહી હતી. આખરે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ભાજપના ઉમેદવારે કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેના પર હુમલો કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ભિવંડીમાં અત્યારસુધી સુધી સપા અને કૉંગ્રેસ શાસનમાં રહેતી હતી. જોકે, આ વખતે શિવસેનાની મહાયુતિ ગઠબંધન બાદ ભાજપે 6 બેઠકો પર બિનહરિફ રહીને જીત મેળવી હતી.