Wed Jan 07 2026

Logo

White Logo

નડિયાદના સંતરામ મંદિરમાં હજારો કિલો બોર ઉછાળાયાં! : જાણો કેમ વર્ષો જૂની પરંપરા ?

3 days ago
Author: Devayat Khatana
Video

નડિયાદ: આજે પોષી પૂનમની ગુજરાતના યાત્રાધામોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂનમ નિમિતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શક્તિપીઠ અંબાજી, બહુચરાજી તેમજ નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી થઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અંખડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે શક્તિદ્વાર સુધી જ્યોતયાત્રા યોજાઈ હતી.

નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. સંતરામ મંદીરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં પૂનમના દિવસે બોર ઉછાળવાની પરંપરા 200 વર્ષ ઉપરાંતથી ચાલી આવે છે. બાળક જન્મ પછી બોલતું ન હોય, તોતડું બોલતું હોય કે ઓછું બોલતું બાળક વ્યવસ્થિત બાળક બોલતું થાય તે માટે બાળકના માતા-પિતા કે સ્વજનો સંતરામ મહારાજની બાધા રાખે છે. મનોકામના પૂર્ણ થતાં વહેલી સવારથી જ મંદિરમાં ભકતોની ભીડ ઉમટી હતી. યાત્રાધામોમાં ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ અંગે સંતરામ મંદિરના નિગુદાસ મહારાજે જણાવ્યું હતું કે, નડિયાદ સંતરામ મંદિર ખાતે દરવર્ષે પોષી પૂનમના દિવસે બોર પૂનમની ઉજવણી કરવામાં આવે છે. જેમના બાળકો બોલતા ન હોય કે તોતડું બોલતા હોય તેમના વાલીઓ અહી બાધા રાખીને બોર ઉછાળે છે. માત્ર ગુજરાત નહીં પણ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહી બાધા પૂરી કરવા આવે છે.