Thu Jan 01 2026

Logo

White Logo

બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટમાં ભીડે કર્યો હુમલો, : પથ્થમારો થતાં કાર્યક્રમ રદ્દ, જુઓ વીડિયો

Dhaka   5 days ago
Author: Mayur Patel
Video

ઢાકાઃ બાંગ્લાદેશના રોકસ્ટાર જેમ્સના કોન્સર્ટમાં હુમલો થયો હતો. પથ્થરમારો થતાં કાર્યક્રમ અધવચ્ચે રદ કરાયો હતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ, બહારથી આવેલા એક જૂથે બળજબરીથી સ્થળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ભીડ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં વિદ્યાર્થીઓએ હુમલાખોરોનો સામનો કર્યો, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જતાં સ્થાનિક વહીવટીતંત્રના નિર્દેશ પર કોન્સર્ટ રદ કરી દેવામાં આવ્યો હતો.

મળતી વિગત પ્રમાણે, આ લોકોને અટકાવવામાં આવ્યા ત્યારે તેઓએ કથિત રીતે ઈંટો અને પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. ભીડે સ્ટેજ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યે આયોજન સમિતિના સંયોજક મુસ્તફિઝુર રહેમાન શમીમે ફરીદપુરના પોલીસ ડેપ્યુટી કમિશનરના નિર્દેશ પર સંગીત કાર્યક્રમ (કોન્સર્ટ) રદ કરવાની જાહેરાત કરી હતી.

સમિતિના રાજીબુલ હસન ખાને જણાવ્યું કે, 'અમે જેમ્સના સંગીત કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. પરંતુ અમને હજુ પણ સમજાતું નથી કે આ હુમલો કેમ થયો, તેનું કારણ શું હતું કે તેની પાછળ કોણ હતું.' તેમણે વધુમાં જણાવ્યું કે ઘટના દરમિયાન ઈંટો વાગવાને કારણે ફરીદપુર જિલ્લા શાળાના ઓછામાં ઓછા 15 થી 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

તસ્લીમા નસરીને હુમલાની નિંદા કરી

લેખિકા તસ્લીમા નસરીને બાંગ્લાદેશમાં વધી રહેલા આ વલણની સખત નિંદા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં તસ્લીમા નસરીને કહ્યું કે, 'સાંસ્કૃતિક કેન્દ્ર છાયાનાટને બાળીને રાખ કરી દેવામાં આવ્યું છે. ઉદીચી - તે સંગઠન કે જેની રચના સંગીત, રંગમંચ, નૃત્ય, કવિતા પાઠ અને લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપીને ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ ચેતના કેળવવા માટે કરવામાં આવી હતી - તેને પણ બાળીને રાખ કરી દેવામાં આવ્યું છે. જેહાદીઓએ પ્રખ્યાત ગાયક જેમ્સના એક કાર્યક્રમને રોકી દીધો.