વોશિંગ્ટન : બાંગ્લાદેશમાં સતત વધી રહેલી હિંસા વચ્ચે યુનુસ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં એક તરફ બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતી છે. તો બીજી તરફ અમેરિકા પણ હવે યુનુસ સરકારથી નારાજ છે. જેમાં અમેરિકામાં સંસદની વિદેશ બાબતોની સમિતિએ યુનુસને પત્ર લખ્યો છે. તેમજ એક રાજકીય પક્ષ પર સંપૂર્ણ પ્રતિબંધને ખોટો ગણાવ્યો હતો. બાંગ્લાદેશમાં શેખ હસીના પાર્ટી અવામી લીગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે.
શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે વાતાવરણ બનાવવું જોઈએ
રશિયાએ યુનુસ સરકારને ભારત સાથે સારા સંબંધ રાખવાની સલાહ આપી છે. તેની બાદ હવે અમેરિકામાં સંસદની વિદેશ બાબતોની સમિતિએ મુહમ્મદ યુનુસને લખેલા પત્રમાં બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશના રાજકીય પક્ષો સાથે મળીને ન્યાયી, મુક્ત અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે વાતાવરણ બનાવવું જોઈએ. જોકે, અમને ડર છે કે આ શક્ય બનશે નહીં કારણ કે વચગાળાની સરકારે રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓને સ્થગિત કરી દીધી છે અને આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલને પણ પુનઃસ્થાપિત કરી છે.
બાંગ્લાદેશ થયેલી હિંસામાં 1400 લોકો માર્યા ગયા
અમેરિકાના સાંસદોએ લખ્યું છે કે, વર્ષ 2018માં અને વર્ષ 2024માં થયેલી ચૂંટણી નિષ્પક્ષ ન હતી. તેમજ યુએન રિપોર્ટમાં જણાવાયું છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં થયેલી હિંસામાં બાંગ્લાદેશ થયેલી હિંસામાં 1400 લોકો માર્યા ગયા હતા. તેમજ બાંગ્લાદેશે આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને લોકોતંત્રને મજબૂત કરવું જોઈએ. પરંતુ તેની સ્થાને બદલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ અમે ચિંતિત છીએ કે એક રાજકીય પાર્ટીને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દેવી ખોટી બાબત છે.
અવામી લીગ પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પૂર્વે બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાના નેતૃત્વ હેઠળના અવામી લીગ પક્ષની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધમાં તેના ઓનલાઈન પ્લેટફોર્મ પરની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થતો હતો. જયારે અનેક સંગઠનોએ અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કર્યા પછી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.