ઇસ્લામાબાદઃ પાકિસ્તાનનું દરેક ક્ષેત્રમાં નુકસાન યા નાદાર થઈ રહ્યું છે, જેમાં પાકિસ્તાનની સરકારી એરલાઈન પણ નાદારીના આરે છે ત્યારે તેને ઉગારવા માટે મહત્ત્વનો હિસ્સો ખરીદવામાં આવ્યો છે. પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ કંપની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)એ વેચાઈ ગઈ છે. પાકિસ્તાનની એરલાઈન એટલી હદે બરબાદ થઇ ગઈ છે કે હવે તેની સરકારી મિલકતોને પણ વેચવાની નોબત આવી છે ત્યારે આ એરલાઈનને બેઠી કરવાના ભાગરુપે 135 અબજ પાકિસ્તાની રૂપિયા ખરીદવામાં આવી છે. PIAમાં મહત્તમ હિસ્સો પાકિસ્તાનના જ એક બિઝનેસમેન આરિફ હબીબના ગ્રુપે ખરીદ્યો છે, જ્યારે તેમનું ભારત સાથે પણ કનેક્શન છે.
PIAને ખરીદના આરિફ હબીબ કોણ છે?
આરિફ હબીબ પાકિસ્તાનના સૌથી અમીર લોકોની યાદીમાં આવે છે. એટલું જ નહીં પરંતુ ગુજરાત સાથે સંબંધ રહ્યો છે. આરિફ હબીબ એક સફળ પાકિસ્તાની ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક છે. તેઓ આરિફ હબીબ ગ્રુપના સ્થાપક છે, જે નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ, ખાતર, ઊર્જા અને સ્ટીલ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. 1953માં જન્મેલા આરિફ હબીબે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આરિફ હબીબે 1970માં માત્ર 17 વર્ષની ઉંમરથી જ બ્રોકરેજ વ્યવસાય શરૂ કર્યો હતો, ત્યાર પછી પાછું વળીને જોયું નથી.
7.19 અબજ ડોલરના માલિક છે આરિફ હબીબ
ઉદ્યોગની વાત કરવામાં આવે તો આરિફ હબીબ ગ્રુપ નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ, ખાતર, ઊર્જા અને સ્ટીલ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. આરિફની પ્રમુખ કંપનીઓમાં ફાતિમા ફર્ટિલાઈઝર, આયશા સ્ટીલ મિલ્સ અને જાવેદન કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવે છે. જેના કારણે તેઓ પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ થયાં છે. સંપત્તિની વાત કરીએ તો 2025ના આંકડા પ્રમાણે આરિફ હબીબ 7.19 અબજ ડોલરની સંપત્તિના માલિક છે.
મહત્વની વાત એ છે કે આરિફનો પરિવાર ભારતમાં રહેતો હતો. તેમનો માતા-પિતા ચાના વેપાર સાથે સંકળાયેલા હતાં. 1948માં તેમનો પરિવાર ગુજરાતમાંથી નવા બનેલા પાકિસ્તાન ગયો હતો. જ્યારે આરિફનો પરિવાર પાકિસ્તાન ગયો ત્યારે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આરિફના મોટા ભાઈએ 1970માં સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ લાઇસન્સ ખરીદ્યું હતુ. જેથી આરિફ ભણવાનું છોડીને મોટા ભાઈ સાથે જોડાઈ ગયાં અને ધંધો શરૂ કરી દીધો હતો.
આરિફ હબીબના ગ્રુપે પીઆઈએનો 75 ટકા ભાગ ખરીદ્યો
વર્તમાનની વાત કરવામાં આવે તો આરિફ હબીબે પાકિસ્તાનની સરકારી વિમાન કંપનીમાં 135 અબજ રૂપિયામાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લાંબા સમયથી ખૂબ જ ખરાબ છે. ઇસ્લામાબાદમાં પીઆઈએને વેચવાની બિડિંગમાં આરિફ હબીબના ગ્રુપે 135 અબજ પાકિસ્તાની રૂપિયા સાથે સૌથી મોંઘી બોલી લગાવી હતી. જેથી હવે પીઆઈએ (Pakistan International Airlines)માં આરિફ હબીબનો 75 ટકા ભાગ ખરીદ્યો છે. જ્યારે બાકીનો 25 ટકા ભાગ પણ વેચવાનો છે. તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.