Thu Dec 25 2025

Logo

White Logo

આવતીકાલે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ : પરથી ઉડાન ભરશે પહેલી ફ્લાઈટ, જાણો શેડ્યૂલ

6 hours ago
Video

મુંબઈઃ લગભગ એક દાયકાના ઇંતજાર અને અનેક ઉતાર-ચઢાવ પછી આખરે એ ઐતિહાસિક પળ આવી ગઈ છે, જ્યારે નવી મુંબઈના આસમાનમાં પહેલી વખત કમર્શિયલ વિમાનનો અવાજ સંભાળશે. હવે એના થોડા કલાકો જ બાકી રહ્યા છે, જ્યારે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ)એ દેશના એવિયેશન મેપમાં સત્તાવાર પોતાનું નામ અંકિત કરશે. આવતીકાલે નવી મુંબઈ એરપોર્ટના સંચાલનને મુંબઈ મેટ્રો પોલિટન રિજન માટે મહત્ત્વના પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે, જ્યાંથી રોજના 13 ફ્લાઈટ્સ ટેક્ઓફ કરશે.

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરુ થવાથી મુંબઈના વર્તમાન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સિટી એન્ડ ઈન્ડ્સ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)ના જણાવ્યાનુસાર પહેલા દિવસે કુલ 30 એર ફ્લાઈટનું ટ્રાફિક મૂવમેન્ટ કરશે. આ શરુઆત એક મજબૂત મલ્ટિ એરપોર્ટ સિસ્ટમનો પાયો નાખશે, જેનાથી ભવિષ્યમાં વધતા પ્રવાસીઓના ભારને સારી રીતે સંચાલન કરવામાં મદદ મળશે.

આઠ વાગ્યે બેંગલુરુથી નવી મુંબઈ પહેલી ફ્લાઈટ આવશે

પહેલા દિવસ ઉડાન ભરનારી એરલાઈન્સમાં ઈન્ડિગો, અકાસા એર, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને સ્ટાર એરનો સમાવેશ થાય છે. નિર્ધારિત શેડ્યૂલ મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 460 સવારે આઠ વાગ્યે બેંગલુરુથી નવી મુંબઈ આવશે, જે એરપોર્ટ પર સૌથી પહેલી નવી મુંબઈ પર લેન્ડ થશે.

બીજી બાજુ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 882 સવારના 8.40 વાગ્યે હૈદરાબાદ માટે ઉડાન ભરશે. દિવસભર હૈદરાબાદથી, દિલ્હી, બેંગલુરુ, દિલ્હી, અમદાવાદ, મેંગલુરુ, નાગપુર, ગોવા, કોચી, લખનઊ વગેરે શહેર માટે ફ્લાઈટ ઉડાન ભરશે. નવી મુંબઈથી અમદાવાદની 10.10 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાન ભરશે, એમ એરપોર્ટ પ્રવક્તાએ જણાવ્યું હતું.

એરપોર્ટ ટર્મિનલની ડિઝાઈનનું વિશેષ મહત્ત્વ છે, જે કમળ ફૂલથી પ્રેરિત છે. એરપોર્ટનું કામ અદાણી ગ્રુપ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એનએમઆઈએલ)એ કર્યું છે, જેને સસ્ટેઈનેબિલિટી અને ઈનોવેશન પર વિશેષ ફોક્સ આપવામાં આવ્યું છે.